Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોરબીની એલઇ કોલેજના પ્રાધ્યાપકોના પગારપંચ મુદે વિરોધ

મોરબીઃ  રાજય સરકારની પોલીટેકનીક કોલેજમાં ફરજ બજાવતા પ્રધ્યાપકોને સાતમાં પગારપંચનો લાભ મળતો ના હોય જેના વિરોધમા રાજયની સાથે મોરબી કોલેજના પ્રાધ્યાપકો પણ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવી રહ્યા છે.રાજયની પોલીટેકનીક કોલેજમાં ફરજ બજાવતા વર્ગ ૧ અને વર્ગ ૨ ના પ્રાધ્યાપકો ટેકનીકલ શિક્ષણ આપતી કોલેજમાં ફરજ બજાવતા હોય જેને વર્ષ ૨૦૧૬ થી સાતમાં પગારપંચનો લાભ મળ્યો નથી જેને પગલે રાજયભરમાં પ્રાધ્યાપકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું હોય જેની સાથે મોરબીની એક ઈ કોલેજ ડીપ્લોમાંના પ્રાધ્યાપકો પણ જોડાયા છે અને સોમવારથી લઈને સપ્તાહ સુધી કાળા કપડા પહેરીને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને સાતમાં પગારપંચની માંગ સંતોષવા જણાવ્યું છે. પ્રાધ્યાપકોએ વિરોધ દર્શાવ્યો તે તસ્વીર.(

(10:01 am IST)