Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સાસુ-વહુના કંકાસથી કંટાળી જઈને વિશાલ ખુદાઇવાલાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: અહીં સાધના કોલોની નરેન્‍દ્રભાઇ મોદી આવાસ બિલ્‍ડીંગ ફલેટ નં.ર૦૭ માં રહેતા બિંદીયાબેન વિશાલભાઈ ખુદાઈવાલા, ઉ.વ.૩૧ એ સીટી એ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪-૬-ર૦રરના આ કામે મરણજનાર વિશાલ વિનોદભાઈ ખુદાઈવાલા ,ઉ.વ.૩૩ ને તેની પત્‍ની તથા માતા વચ્‍ચે ઘરકામ બાબતે બોલાચાલી ઝઘડો થતો હોય અને ઘર કંકાસના કારણે કંટાળી જઈ પોતે પોતાની જાતે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

હર્ષદમીલની ચાલીમાં જુગાર રમતા ચાર શખ્‍સો ઝડપાયા

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૬-ર૦રરના હર્ષદમીલની ચાલી બાઈની વાડી ચુનાના ભઠ્ઠા પાસે આરોપીઓ દિલીપભાઈ ઘેલુભાઈ સાદીયા, મેહુલભાઈ ધરમશીભાઈ નકુમ, મોહનભાઈ હરીભાઈ ગેડા, રાહુલભાઈ દેવજીભાઈ ધ્રુવ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સુવરડા ગામની સીમમાં જુગાર રમતા છ શખ્‍સો ઝડપાયા

પંચ એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ચંદુલાલ દેવદાનભાઈ જાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૬-ર૦રરના સુવરડા ગામની સીમમાં હેમતભાઈ ભનાભાઈ નાખવાની વાડી પાસે આરોપી વિમલભાઈ મહેશભાઈ નાખવા, બાબુભાઈ કાનજીભાઈ કછટીયા, પરબતભાઈ હમીરભાઈ ચાવડા, જીતભાઈ સુધીરભાઈ જોઈસર, દિપકભાઈ ત્રીભોવનભાઈ બકરાણી, અનિલભાઈ હેમંતભઈ નાખવા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૬પ૯પ૦/- તથા પાંચ મોબાઈલ ફોન કિંમત રૂ.૮૦પ૦૦/- મળી કુલ રૂ.૧,૪૬,પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રામેશ્‍વરનગરમાં જુગાર રમતી ત્રણ મહિલા ઝડપાઈ : ચાર ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૬-ર૦રરના રામેશ્‍વરનગર, મધુરમ રેસીડેન્‍સી શેરી નં.૩ માં આરોપી હંસાબેન મનસુખભાઈ પરમાનંદ ગઢીયા, સવિતાબેન માલદેભાઈ ભીમાભાઈ નંદાણીયા, સરલાબેન નયનભાઈ સોમાતભાઈ વાણીયા,  એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦૦ર૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩, કિંમત રૂ.૧૩૦૦૦/- મળી કુલ રૂ.ર૩૦ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી વીમળાબા શીવરાજસિંહ ખાચર, રીટાબેન કોળી, ભાવનાબેન, ફરીદાબેન ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એરપોર્ટ રોડ ઉપર મોટરસાયકલ ચોરાયું

અહીં બર્ધનચોક, મુલ્લામેડી રોડ, ગલેરીયા શેરી નં.રમાં રહેતા અશરફ નુરમામદ સત્‍યા એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.રર-૬-ર૦રરના એરપોર્ટ રોડ ઉપર કેસ હોટલ પાસે ફરીયાદી અશરફનું બ્‍લુ કલરનું એકટીવા -૩, મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-સી.કે-૮૯૦૦ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જામનગર બાયપાસ પાસેથી મોટરસાયકલ ચોરાયું

અહીં દરેડ એફ.સી.આઈ. ગોડાઉનની બાજુમાં રહેતા સંજય કારાભાઈ ચૌહાણ, ઉ.વ.ર૦ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮-૬-ર૦રરના જામનગર બાયપાસ ભારત પેટ્રોલપંપની સામે એટવટાઈ બોર્ડ પાસે ફરીયાદી સંજયના ભાઈનું કાળા કલરનું સ્‍પેલન્‍ડર પ્‍લસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-સી.જે.-રપ એન-પ૧૮ર જેની કિંમત રૂ.૩૦,૦૦૦/નું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જુની અદાવતનો ખાર રાખી છરી વડે હુમલો કર્યાની રાવ

અહીં વુલનમીલની ચાલી મકાન નં.૪૩માં રહેતા સદામભાઈ હબીબભાઈ મુંદ્રાક, ઉ.વ.રપ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૬-ર૦રરના ડીફેન્‍સ કોલોની બકુલ પાન પાસે ફરીયાદી સદામભાઈને આરોપી ઈમરાન મીયાણો સાથે અગાઉ થયેલ બોલાચાલીને ખાર રાખી આજરોજ જાહેરમાં ભુંડાબોલી ગાળોબોલી ફરીયાદી સદામભાઈને ગળાની ડાબીબાજુ ના ભાગે છરી વડે મહાવ્‍યથા કરી નાશી જઈ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ગોપ ગામે વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો : સાત ફરાર

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. અશોકભાઈ બાબુભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવીછે કે, તા.ર૪-૬-ર૦રરના ગોપગામ ચામુડા ગેરેજ સામે જાહેર રોડ પર આરોપી કરણકુમાર નરેન્‍દ્રભાઈ પંડયા, વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૮,૧૦૦/-તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/ મળી કુલ રૂ.ર૩,૧૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી સાગર ભારથી, નરોતમભાઈ જોષી, ગીરીશભાઈ પાથર, ભાયાભાઈ, વિશાલ મહેતા,ખીમાભાઈ વાઢીયા, દેવાણંદભાઈ ઉર્ફે દેવો માલદેભાઈ નંદાણીયા ફરાર થઈ ગયેલ હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન બેભાન થઈ જતા સારવાર દરમ્‍યાન મોત

અહીં દિ.પ્‍લોટ-૪૯, ગણેશફળી માં રહેતા મહેશ કાંતિભાઈ ચૌહાણ, ઉ.વ.૪ર એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩-૬-ર૦રરના આ કામે મરણજનાર સચીન કાંતીભાઈ ચૌહાણ, ઉ.વ.૩૮, રે. હર્ષદમીલની ચાલી પટેલનગર શેરી નં.ર, જામનગરવાળા સાંજના સાતેક વાગ્‍યાના અરસામાં મેઘજી પેથરાજ સ્‍કુલની ગલીમાં બેભાન અવસ્‍થામાં પડેલ જેથી સારવાર માટે જી.જી.હોસ્‍પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

દિ.પ્‍લોટ -૬પમાં ઈંગ્‍લીશ દારૂની છ બોટલ સાથે બે ઝડપાયા : એક ફરાર

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ-૬-ર૦રરના દિ.પ્‍લોટ-૬પ, જૈન દેરાસર પાસે આરોપી આનંદભાઈ ઉર્ફે બકાલી ગુલાબભાઈ દામા, કિશનભાઈ મહેન્‍દ્રભાઈ ગોરી, એ પોતાના કબ્‍જા ભોગવટાની એકસેસ મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦-સીઆર-૬૭૬૪માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલ નંગ-૬ કિંમત રૂ.૩૦૦૦/- તથા મોટરસાયકલ કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-ર, કિંમત  રૂ.પ,પ૦૦/- મળી કુલ રૂ.૩૮,પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી જીગ્નેશ વિનોદભાઈ ખીચડા દારૂ પુરો પાડનારની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંધાશ્રમ કોલોનીમાં ઈંગ્‍લીશ દારૂની ૧ર બોટલ સાથે શખ્‍સ ઝડપાયો : એક ફરાર

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવીભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૬-ર૦રરના અંધાશ્રમ ચેમ્‍બર કોલોની રૂમ નં.૧૦૦માં આરોપી પરેશભાઈ મધુસુદનભાઈ ભટ્ટ એ પોતાના કબ્‍જાના રહેણાક મકાનમાં તથા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.-૧૦ સી.જે.-૪પ૩પ જેની કિંમત રૂ.પ૦,૦૦૦/-ની ડેકીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ર કુલ રૂ.૬૦૦૦/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે તથા આરોપી ધર્મેન્‍દ્ર પરેશભાઈ મધુસુદનભાઈ ભટ્ટની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઠેબા ચોકડી પાસે ઈંગ્‍લીશ દારૂની ૧૦ બોટલ સાથે શખ્‍સ ઝડપાયો

અહીં પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સુનીલભાઈ ગોરધનભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૪-૬-ર૦રરના ઠેબા ચોકડીની બાજુમાં આવેલ લુમ્‍બી નગર કુદરત ભળીયા તરફ જતા રસ્‍તે હાડકાના વાડાની બાજુમાં આરોપી મયુર ઉર્ફે મયલો કિશોરભાઈ રાઠોડ એ  ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૦ કિંમત રૂ.પ૦૦૦/- તથા એક લીનોવા કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૩૦૦૦/ મળી કુલ રૂ.૮,૦૦૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:36 pm IST)