Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જૂનાગઢ જેલમાં ઝડતી, બેટરી સાથેનો મોબાઇલ ફોન મળ્‍યો

અજાણ્‍યા જેલ કેદી સામે કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : જૂનાગઢ જેલમાં ઝડતી દરમ્‍યાન બેટરી સાથેનો મોબાઇલ મળી આવતા અજાણ્‍યા કેદી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

જેલર ગ્રુપ બે ઝડતી સ્‍કવોર્ડ અમદાવાદના દેવશીભાઇ કરંગીયા વગેરે શુક્રવારની સાંજે જૂનાગઢ જિલ્લા જેલની ઝડતી લીધી હતી.

આ દરમ્‍યાન જિલ્લા જેલમાં અજાણ્‍યા કેદીએ છુપાવેલો સેમસંગ કંપનીનો કાળા કલરનો બેટરી સાથેનો મોબાઇલ ફોન મળી આવતા કબ્‍જે કર્યો હતો.

જો કે આ મોબાઇલમાં સીમ કાર્ડ હતુ નહિ. આ અંગે અજાણ્‍યા કેદી સામે ગુનો નોંધાવવામાં આવતાં એ ડીવીઝનના પી.એસ.આઇ આર.પી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

(1:33 pm IST)