Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું તે ગુજરાત સરકારનો સંકલ્‍પ છે : ડો.નિમાબેન આચાર્ય

કચ્‍છમા શાળા તથા આંગણવાડીમાં પ્રથમ ડગ માંડનારા બાળકોનું ઢોલ-નગારા સાથે શૈક્ષણિક કિટ આપીને કરાયું સ્‍વાગત : સર્ગભા અને ધાત્રી માતાઓને અપાઇ પોષણ કીટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ :ᅠરાજયના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું તથા કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવું તે ગુજરાત સરકારનો સંકલ્‍પ છે તે અંતર્ગત તા. ૨૩મીથી ત્રિ-દિવસીય કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમનો રાજયભરમાં પ્રારંભ થયો છે. ત્‍યારે ભુલકાઓ ખુશી ખુશી શાળા અને આંગણવાડીમાં ઉત્‍સાહભેર પ્રવેશ મેળવીને આગળ અભ્‍યાસ કરી પોતાના શહેર, રાજય તથા દેશનું નામ રોશન કરે સાથે વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવાનો સંકલ્‍પ કરે તેવું ભુજ ખાતે હાથીસ્‍થાન ગ્રુપ શાળાની પાંચ શાળામાં ૨૦૬ તથા આઠ આંગણવાડીમાં ૩૦ નાના ભુલકાઓને પ્રવેશ અપાવતા ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યે જણાવ્‍યું હતુ.

ભુજ ખાતે યોજાયેલા કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે હાથીસ્‍થાન ગ્રુપ શાળા અંતર્ગત શાળા નંબર-૭, કન્‍યા શાળા નં.૩, કુમાર શાળા નં.૪ તથા અંગ્રેજી મીડીયમ શાળા તેમજ શાંતિનગરની શિવનગર પ્રાથમિક શાળા નં.૨૪માં ધો.૧ તથા આંગણવાડીમાં બાળકોને ઢોલ-નગારા સાથે આવકારતા વિધાનસભા અધ્‍યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યએ જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે, ભવિષ્‍યને મજબુત કરવા શિક્ષકો અને વાલીઓ બંનેનો સહયોગ જરૂરી છે. સરકાર અનેક કાર્યક્રમો તથા યોજના અમલી કરીને બાળકોના શિક્ષણ, આરોગ્‍ય તથા ઉચ્‍ચ ભણતરની ચિંતા સેવી રહી છે

તમામ શાળામાં આ પ્રસંગે શાળામાં દાખલ થનારા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ સાથે સર્ગભા અને ધાત્રી માતાઓને મુખ્‍યમંત્રી માતૃશકિત યોજના હેઠળ પોષણકીટ આપવામાં આવી હતી. ઉપરાંત બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃત બને તે માટે ચાર શાળાના પ્રાંગણમાં વિધાનસભા અધ્‍યક્ષાશ્રીના હસ્‍તે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ તકે શાળા નં.૭ માં મધ્‍યાહન ભોજનના ગુણવત્તાની ચકાસણી કરવા વિધાનસભા અધ્‍યક્ષાશ્રીએ ખુદ ભોજન લઇને તેની ચકાસણી કરી હતી. આ સાથે જ શિક્ષકોને પણ બાળકોને ભોજન આપતા પુર્વે રોજ ચકાસવા સુચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સર્વે નગરસેવકોમાં શ્રી બિંદિયાબેન ઠક્કર, શ્રી ધનશ્‍યામભાઇ ઠક્કર, શ્રી કિષ્‍નાબેન ઝાલા, શ્રી ગોદાવરીબેન ઠક્કર, શ્રી મંજુલાબેન ગોર, શ્રી ધીરેનભાઇ લાલન,આગેવાનો જગદીશ ગોર, શ્રી જિજ્ઞાબેન ઠક્કર, શ્રી રશ્‍મિનભાઇ પંડયા તથા અધિકારીઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામંતભાઇ વસરા, આરપીઆઇ આર.જે. રાતડા, આઇસીડીસીએના જાગૃતિબેન જોષી, સીઆરસી કોર્ડિનેટર કૃપાબેન નાકર સહિતના અધિકારી અને પદાધિકારીઓ , શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા.

(11:28 am IST)