Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

મોરબી જિલ્લામાં બીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : મહેન્દ્રપરામાં રહેતા વૃદ્ધ સંક્રમિત : સિવિલમાં દાખલ

સવારે ચરાડવાના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોરબીના વૃધ્ધનો રીપ્રોટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ

મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આજે સવારે ચરાડવાના આધેડના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટ સિવિલમાં દાખલ મોરબીના વૃધ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 16 ઉપર પોહચી ગઈ છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટ સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા આમદભાઈ જુમાભાઈ નામના 60 વર્ષના વૃદ્ધના આજે સવારે સેમ્પલ લેવાયા બાદ તેમનો સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મોરબી શહેરમાં ફરીથી કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રીથી લોકોના ફફડાટ ફેલાયો છે. જ્યારે કોરોનાથી સંક્રમિત થયેલા મહેન્દ્રપરાના વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હાલ માલુમ પડેલ નથી. અને તેમને સાથે શ્વાસની પણ બીમારી અગાવથી છે. હાલ આ વૃધ્ધ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જ દાખલ છે. અને હાલ મોરબી આરોગ્ય વિભાગ સહિતના તંત્ર દ્વારા પોઝિટિવ કેસ નોંધાયા બાદ મહેન્દ્રપરામાં આગળની તકેદારીની કામગીરી શરૂ કરી છે.

(6:41 pm IST)