Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

રોગપ્રતિકારક શકિત વધારવા શેઠ બ્રધર્સ દ્વારા બે નવી પ્રોડકટ લોન્ચ

પ્રતિકાર કાઢા અને પ્રતિકાર ટેબ્લેટનું કંપનીના દરેક સ્ટોકીસ્ટો સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા રજુ કરાઇ

રાજકોટઃ આયુર્વેદ ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવનાર અને કાયમચૂર્ણ ને વિશ્વભરમાં જાણીતી બ્રાંડબનાવનાર ભાવનગર શેઠ બ્રધર્સ એ હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રોગોનો સામનો થઇ શકે અને વાઇરલ ઇન્ફેકશન સામે લડી શકે તેવી રોગપ્રતિકારક શકિત શરીરમાં વધારવામાં મદદરૂપ બને એવી બે પ્રોડકટ હાલમાં જ બજારમાં મુકી છે.

 આયુર્વેદિક 'પ્રતિકાર કાઢા' કે જે ત્રિકટુ યુકત ટેસ્ટી ઉકાળો છે જેમાં નાખવામાં આવેલા દરેક ઓષધ શરીરની રોગપ્રતિકારક શકિત તો વધારે જ છે. સાથો સાથ શરદી, ફલુ, કફ, ઉધરસ, તાવ તથા કળતરમાં પણ ઉપયોગી છે, તે ઇન્સ્ટન્ટ ઉકાળો છે, બનાવવામાં સરળ છે. શરૂથી જ માર્કેટમા આપ્રોડકટને ખુબ જ રીસપોન્સ મળી રહ્યો છે. આનુ કારણ છે તેની અસરકારકતા અને ટેસ્ટી સ્વાદ.

 બીજી પ્રોડકટ 'પ્રતિકાર ટેબલેટ' લોંચ કરવામાં આવી છે. જે આયુર્વેદ ના વર્ષો જુના ગ્રંથોના આધારે શરીરની રોગપ્રતિકારક શકિત વધારતા ૨૯ જડોબુટ્ઠી - વનસ્પતિઓમાંથી બનાવવામાં આવી છે. પ્રતિકાર ટેબલેટનું નિયમિત સેવન શરીરને જરૂરી કડવાટ પુરી પાડી નાની-મોટી બિમારીઓથી રક્ષણ કરે છે. અને રોગપ્રતિકારક શકિત વધારે છે વાઇરલ ઇન્ફેકશનથી બચવા પ્રતિકાર ટેબલેટનું નિયમિત સેવન ખુબ જ લાભદાયી છે.

 આ બન્ને પ્રોડકટસ નું લોંચિંગ કંપનીના દરેક સ્ટોકિસ્ટો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.

(11:39 am IST)