Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

લાયન્સ કલબ ધોરાજીના વર્ષ ૨૦૨૦-૨૧ના હોદ્દેદારોની શપથ વિધિઃ પ્રમુખ તરીકે લાયન જનકભાઇ હિરપરાની વરણી

ધોરાજી,તા.૨૫:લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ની ધોરાજી કલબનો ૫૮ મો શપથવિધિ કાર્યક્રમ તારીખ ૨૧ જુન ૨૦૨૦ ને રવિવારના રોજ ઓનલાઇન ડિજિટલઙ્ગ જુમ મીટીંગ ના પ્લેટફોર્મ પર યોજાયેલ. આ શપથવિધીઙ્ગ ઇન્સ્ટોલિંગ ઓફિસર (PDG) MJF લાયન ભરતભાઈ મહેતા - ભુજ દ્વારા કરાવવામાં આવેલ,ઙ્ગ તેનું સંચાલન લાયન્સ કલબ ધોરાજીના પૂર્વ પ્રમુખઙ્ગ તેમજઙ્ગ લાયન્સ ડિસ્ટ્રિકટ ૩૨૩૨J ના IT ચેર પર્સન લાયન ભાવેશભાઈ માવાણી (એકિટવ પાઈપ)ઙ્ગ એ કરેલ.ઙ્ગ

લાયન વર્ષ ૨૦૨૦ - ૨૧ ની નવી વરાયેલ ટીમમાં પ્રમુખ લાયન જનકભાઈ હિરપરા ) સાથે, ઉપપ્રમુખ લાયન અશોકભાઈ બાલધા (અઙ્ખ. વિ. બાલધા એસોસિએટ), સેક્રેટરી લાયન દિવ્યેશભાઈ હરપાળ,ઙ્ગ ટ્રેઝરર લાયન રાજેશભાઈ હિરપરા (પટેલ એગ્રી એકસપોર્ટ), જોઈન્ટ ટ્રેઝરર લાયન હરેનભાઈ અમીન , તેમજ લાયન્સ કલબના તમામ હોદ્દેદારો એ શપથ લીધેલ.

લાયન વર્ષ ૨૦૧૯ - ૨૦ માં પ્રમુખ શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ (મેનેજર સિટીઝન્સ બેન્ક ધોરાજી) તેમજ લાયન્સ કલબ ધોરાજી દ્વારા લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ની ‘NEED BASE SERVICE” ના આધારે અલગ-અલગ ર્ં૪૫ જેટલા પ્રોજેકટ દ્વારા સમાજ ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેર્લં. જેમાં મુખ્યત્વે વૃક્ષારોપણ ને પ્રોત્સાહન મળે તે માટે વૃક્ષો ના પિંજરાનુ રોપા સાથે વિતરણ, જન્માષ્ટમી શોભાયાત્રા માં પર્યાવરણ જાગૃતિ નો સુંદર ફ્લોટ રજુ કરેલ, બાળકોમાં પ્રમાણિકતા લાવવા માટે ઓનેસ્ટી શોપ નું આયોજન, સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન્ડ ના વિકલ્પ માટેની પેપર બેગ નુ વિતરણ, આઝાદી પર્વની ઉજવણી માટે અખંડ ભારત સ્મૃતિ દિન ૧૪ મી ઓગસ્ટ ના રોજ સમગ્ર શહેરમાં મશાલ રેલીનું આયોજન, થેલેસેમીયા ચેકઅપ કેમ્પ, ડાયાબિટીસ ચેકઅપ તેમજ અવેરનેસ કેમ્પ, જરૂરિયાત મંદ વ્યકિતઓની આંખોનુ ચેક અપ, કિડની પેશન્ટનેઙ્ગ મેડિકલ સહાય, જરૂરિયાત મંદ કુટુંબને ટિફિન વ્યવસ્થા, મહિલાઓમાં આત્મરક્ષણ માટે નો મહિલા સશકિતકરણ નો કાર્યક્રમ, કોરોના મહામારી દરમિયાન સતત ૮૦ દિવસ સુધી જરૂરિયાતમંદ વ્યકિતઓ ને રાશન કીટ વિતરણ, ધોરાજી-જેતપુર-જામકંડોરણા-ઉપલેટા તાલુકાના શંકાસ્પદ વ્યકિતઓના કોરોના રિપોર્ટ માટે સરકારી હોસ્પિટલ ધોરાજીમાં covid-19 સેમ્પલ કલેકશન યુનિટ, કોરોના વોરિયર્સ માટે નિશુલ્ક માસ્ક વિતરણ તેમજ જાહેર જનતા માટે રાહત દરે માસ્ક વિતરણ, અબોલ પશુઓની સારવાર માટે શ્રી કૃષ્ણ ગૌશાળા માં યોગદાન તેમજ દ્યાસચારો જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવેલ.

લાયન્સ પ્રમુખ લાયન ધીરેનભાઈ વૈષ્ણવ દ્વારા લાયન વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન કરવમાં આવેલઙ્ગ સેવાકીય કાર્યોને ફાધર્સ ડે નિમિત્ત્।ે તેમના પિતા સ્વર્ગસ્થ લાલજીભાઈ જીવરાજભાઈ વૈષ્ણવ ને અર્પણ કરેલ.

ઙ્ગલાયન્સ કલબ ધોરાજીના આ શપથવિધિ કાર્યક્રમમાં લાયન્સ કલબ ધોરાજીના સર્વે મેમ્બરો તેમના પરિવાર સાથે જોડાયેલ આ ઉપરાંત આ શપથ વિધિમાં મુખ્ય મહેમાન તરીકે લાયન્સ કલબ ના ગવર્નર MJF લાયન દિવ્યેશ ભાઈ સાકરીયા(રાજકોટ), આગામી વર્ષના ગવર્નર MJG  લાયન ધીરેનભાઈ મહેતા(ગાંધીધામ) ૧st VDG લાયન વસંતભાઇ મોવલીયા(અમરેલી), 2nd VDG  લાયન એસ.કે.ગર્ગ (જામનગર) PDG લાયન ધીરજલાલ રાણપરીયા(જેતપુર), PDG  MJF  લાયન મીનાબેન મહેતા (ભુજ) ઓનલાઇન જોડાયેલ તેમજ તેઓએ નવી વરાયેલી લાયન્સ કલબ ધોરાજીના પ્રમુખઙ્ગ લાયન જનકભાઈ હિરપરાની ટીમને શુભેચ્છાઓ પાઠવેલ.

હાલના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવે નવા વર્ષના પ્રમુખ તરીકે લાયન જનકભાઈ હિરપરાને વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રમુખ તરીકેની કામગીરી સોપેલ જેઓ તેમનો કાર્યભાર નવા લાયન વર્ષ મુજબ ૧ જુલાઈ ૨૦૨૦ થી સંભાળશે.

(11:31 am IST)