Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કોડીનારનાં સિંધાજ ગામે ધોરિયામાં સિમેન્ટનું ભુંગળુ ફીટ કરવા મુદ્દે શેઢા પાડોશીમાં તકરાર, એક ને હેમરેજ-ત્રણને ઇજા

કોડીનાર તા,રપ : કોડીનારનાં સિંધાજ ગામે ખેતરના ધોરીયા સિમેન્ટનું ભુંગળુ ફીટ કરવા મુદ્દે શેઢા પાડોશીમાં થયેલી તકરારમાં માથાફાડ કજીયામાં એક ને માથામાં ગંભીર ઈજા થતાં હેમરેજ અને અન્ય ત્રણ પરિવારજનોને નાની-મોટી ઇજા થતા વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દેવાભાઈ ભાદાભાઇ ઝાલા કારડીયા રાજપુત સિંધાજ વાળાઓ બાજુમાં જ ખેતર ધરાવતા પ્રતાપભાઈ ઝાલા તેનો પુત્ર રવિ અને ફાસરીયાના પ્રતાપ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભાઈ સુરસીંગભાઈ ખેતરમાં કામ કરતા હતા ત્યારે ખેતરમાં ધોરિયામાં સિમેન્ટનું ભુંગળુ ફીટ કરવા મુદ્દે તકરાર કરી ને ફરિયાદીના ભાઈ સુશીલભાઈ પર હુમલો કરો માથામાં ગંભીર ઈજા કરી હતી અને વચમાં પડનારાઓને પણ માર માર્યો હતો. આ બનાવમાં સચીનભાઈને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ કોડીનાર અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં અઃવ્યા છે. જયાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:28 am IST)