Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

માલિયાસણ ચોકડીએથી બારવણ-નવાગામના રવિ તથા વિનીયો ૬૦ બોટલ દારૂ સાથે પકડાયા

રાજકોટ તા. ૨૫: લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે ધીમે-ધીમે નાના-મોટા બૂટલેગરો પણ મેદાનમાં આવવા માંડયા છે.  કુવાડવા પોલીસે માલિયાસણ ચોકડીએથી ચોટીલાના બારવણના હાલ ભગીરથ સોસાયટી-૩માં રહેતાં રવિ ગોરધનભાઇ સાકરીયા (કોળી) (ઉ.૨૦) તથા નવાગામ રંગીલા સોસાયટીના વિનય ઉર્ફ વિનીયો મનસુખભાઇ ડાભી (કોળી) (ઉ.૨૧)ને બાઇક પર દારૂની ૬૦ બોટલ સાથે નીકળતાં પકડી લીધા છે.

પોલીસે જીજે૦૩જેઇ-૨૩૭૫ નંબરનું બાઇક તથા ૨૭ હજારનો દારૂ અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫૮૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પીઆઇ એમ.સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. મેઘલાતર, દિલીપભાઇ બોરીચા, મનિષભાઇ ચાવડા, જયપાલસિંહ ઝાલા, શૈલેષગીરી સહિતે આ કામગીરી દિલીપભાઇ અને મનિષભાઇની બાતમી પરથી કરી હતી.

ભકિતનગર પોલીસના બે દરોડા

ગઇકાલે ભકિતનગર પોલીસ મથકના રણજીતસિંહ પઢારીયા અને કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જેબલીયા, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ સહિતે ભકિતનગર સોસાયટી-૧માંથી રૂ. ૩૩ હજારનો ૬૬ બોટલ દારૂ પકડ્યો હતો. આ દારૂ પ્રશાંત ઉર્ફ પશીયો કિશોરભાઇ પરમારનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. અન્ય દરોડામાં મિલપરા રોડ લક્ષ્મીવાડી-૨૦માં રહેતાં મોહિત દિનેશભાઇ વાઘેલાનો રૂ. ૧૨ હજારનો ૨૪ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. ધરપકડ બાકી છે.

(12:51 pm IST)