Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વિરમગામ હાઇવે પર કાર પલ્ટી જતા આગ લાગી : એકને ઇજા

વઢવાણ,તા.૨૫ : વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામ પાસે ઇક્કો કાર ચાલક દોલતપુરા ગામથી કરકથલ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા હાઇવે રોડ પર કાર પલટી ખાઈ જતા શોર્ટસર્કિટના કારણે ઇકો કારમાં આગ લાગી હતી.

કાર બળી જવા પામી આગ લાગતા કારમાં બેઠેલ કારચાલક એક વ્યકિતને નાની-મોટી ઈજાઓ થતા ૧૦૮ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખસેડાયા હતા

ઘટનાની જાણ પોલીસને કરતા ઘટના સ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઇ રહ ી છે.

(12:47 pm IST)