Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વાંકાનેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઇદ ઉલ ફીત્રની સાદાઇથી ઉજવણી

 વાંકાનેર તા. રપ : વાંકાનેરમાં મુસ્લિમ સમુદાયમાં આજે ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી સાદાઇ પૂર્વક ઉજવાઇ રહી છે ઇદની નમાઝ દરેક મૂસ્લિમો એ મસ્જીદમાં નહીં પણ ઘેર જ અદા કરી હતી. જયારે શહેરની દરેક મસ્જીદો બહાર પોલીસ બંદોબસ્ત તકેદારી સ્વરૂપે જાળવ્યો હતો.

રમઝાન પુરા માસ દરમ્યાન તરાવીહની ખાસ નમાઝો અને ઇદની નમાઝ ઘેર જ અદા કરવાનો દેશભરના મુસ્લિમોનો નિર્ણય ઐતિહાસિક અને અદ્દભૂત ગણાઇ રહ્યો છે. ભૂતકાળમાં આવું કયારેય કદિ જોવા મળ્યું નથી.કાલે મંગળવારે વાંકાનેરની ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવાનો ઉર્ષ હોઇ જેની ઉજવણી લોકડાઉન કારણે મોકુફ રખાયેલ છે. જયારે સરકાર તરફથી મર્યાદિત લોકોની હાજરીમાં મોમીન કોમના ધર્મગુરૂ સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા (મીર સાહેબ)ના હસ્તે માત્ર સંદલની રસમ અદા કરવામાં આવશે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સાથે શાહબાવ ટ્રસ્ટના ડિરેકટરો અને તેના આશીકો દ્વારા આ સંદલનો કાર્યક્રમ થશે. સંદલ બાદ યુવાનો દ્વારા ઠંડાપીણા ન્યાઝ સ્વરૂપે વિતરણ કરાશે.

પોલીસ તંત્ર દ્વારા બોલાવાયેલી મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ કાલથી શહેરભરમાંં મોઢે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસુલવાની ઝૂંબેશ હાથ ધરનાર હોઇ, લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક અંગે સતર્ક પોલીસ બંદોબસ્ત છતા સિટી સ્ટેશન રોડ પર આવેલ બુરહાની હાર્ડવેરની દુકાન પર ચોરી થઇ છે જો કે તસ્કરો દ્વારા માત્ર પરચુરણની જ ચોરી થયાનું જાણવા મળે છે.

(12:05 pm IST)