Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉન -૪ પછી હવે શું થશે ?

લોકડાઉન-૪નું આયુષ્ય હજુ છ દિવસ બાકી છે ત્યારે ૩૧ મે પછી દેશ લેવલે શું હજુ લોકડાઉન લંબાશે?

 વાંકાનેર તા. ૨૫: આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. અને મોન્સુન હવે માથે ઝળુંબી રહ્યુ છે ત્યારે  કોરોનાને કારણે લોકડાઉન તેના ચોથા ક્રમ સુધી લંબાતુ ગયુ છે. હાલના લોકડાઉન-૪ની અવધી છ દિવસ બાદ પુર્ણ થઇ રહી છે ત્યારે ૩૧ મે બાદ હવે ફરી લોકડાઉન ફાઇવ સ્વરૂપે નેશનલ લેવલે તે લંબાશે ત્યારે તેનું સ્વરૂપ સીમિત સ્વરૂપ કેવુ હશે? ગુજરાતમાં કેવી સ્થિતી રહેશે? આ વિષયક પ્રશ્નો લોકડાઉન - ૪ના પુર્ણ થવા સમયે ચર્ચામય બને તે સ્વભાવિક છે.

કોરોનાથી મૃત્યુના આંકમાં વૈશ્વિક સ્તરે ભારતની વસ્તી મુજબના મરણાંકની સરખામણીએ વિશ્વના ૧૫ દેશોમાં ભારતની સ્થિતી ઘણી સારી રહી છે. જો કે આપણા દેશમાં કોરોના સંક્રમણ અને મૃતાંકનો આંક હજુ પણ વધી રહ્યો છે તે ચિંતાનો વિષય હોઇ ૩૧ મે બાદ પણ  વધુ થોડા દિવસ લોકડાઉન લંબાય તે શકયતા વધુ જોવા મળી રહી છે. જો કે લોકડાઉન ફાઇવમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સતત વધતા કોરોના મૃતાંકને જોતા આ બે તથા તે પછીના ક્રમે  (મૃતાંકમાં) અન્ય કેટલાક રાજ્યોમાં  જે જે શહેરોમાં કોરોના સંક્રમણ અને મૃતાંક વધુ જોવા મળી રહ્યા છે ત્યાં સખ્તાઇના નિયમો અમલમાં આવી શકે છે. 

આપણા ગુજરાતને જ જોઇએ તો પાંચ દિ'પુર્વે અહીં કોરોના નો મરણાંક ૭૭૩ હતો પણ માત્ર પાંચ દિવસ બાદ, મળેલી રાહતો છુટછાટને પગલે આજે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુનો આંક કેટલો ઝડપથી વધી ચૂકયો છે? સોશ્યલ ડિસ્ટન્સ તથા રાત્રી કરફયુ પર ખાસ અમલ થઇ શકયો ન હોવાથી રાજ્યમાં શું મરણાંક વધી રહ્યો છે?

આવનારા દિવસોમાં ઝોન વાઇઝ સ્થિતિમાં રાજ્યમાં ગ્રીન ઝોનમાં રાહતો વધે જ્યારે ઓરેન્જ - રેડ ઝોન્સમાં નિયમોમાં સખ્તાઇ વધે, રાજ્યમાં સોશ્યલ ડિસ્ટન્સ અને  માસ્ક ફરજીયાત તેમજ રાત્રિ કઃર્યુના અમલમાં તંત્ર દ્વારા સખ્તાઇ વધે તેવી શકયતાઓ પણ જોવાઇ રહી છે.

(12:04 pm IST)