Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

હળવદના સરા રોડ પર વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડોઃનવ ઝડપાયા

૧.૬૧ લાખની રોકડ સાથે રૂ.૨,૭૭,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે

હળવદ,તા.૨૫ :  શહેર થી ઘનશ્યામપુર જવાના રસ્તા પર પાસેની એક વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીને આધારે મોરબી એલ.સી.બી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં રૂપિયા ૨.૭૭ લાખના મુદ્દામાલ સાથે નવ શખ્સોને ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ થી ગોરી ઘનશ્યામપુર જવાના રસ્તા પર આવતી જીગ્નેશ ભગવાનભાઈ દલવાડીની વાડીએ ચાલતા જુગાર ગામની બાતમી મોરબી એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસ દ્વારા જીગ્નેશ ભગવાન દલવાડી ની વાડીએ દરોડો પાડવામાં આવતા જુગાર રમતા શખ્સોમા નાસભાગ મચી જવા પામી હતી અને પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૧.૬૧ લાખની રોકડ ૧૦ મોબાઈલ, ૪ બાઈક સહિત પતે રમતા ૯ શખ્સો ને રૂપિયા ૨,૭૭,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી આરોપી જીગ્નેશ ભગવાનભાઈ દલવાડી, ભરત નવલભાઈ ઠક્કર, હિતેશ મનસુખભાઈ પટેલ, વિરમ શીવાભાઈ હડિયલ, હરેશ દલીચંદ લોરીયા, જયેશ બચુભાઈ પટેલ,અરવિંદ દ્યનશ્યામભાઈ ચાવડા, અજીત સોમાભાઈ ગોહિલ રહે તમામ હળવદ વાળા વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:04 pm IST)