Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઉના પાસે બાવળના જંગલમાં આગથી રપ વિઘા વિસ્તારમાં ઝાડ બળીને ખાખઃ આગના કારણ અંગે તપાસ

૬ કલાકે આગ કાબુમાં આવીઃ વન્ય પ્રાણી-પશુ સલામત જગ્યાએ ચાલ્યા ગયા?

 ઉના તા. રપઃ નાલીયા માંડવીથી એહમદપુર માંડવીસુધી અચાનક બાવળનાં જંગલમાં આગ લાગતા ૬ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો રપ વિઘાથી વધુ વિસ્તારમાં બાવળના ઝાડ બળીને રાખ થઇ ગયા હતાં વન ખાતા દ્વારા આગના કારણ અંગે તપાસ શરૂ કરી છે. આગ લાગ્યા બાદ વન્ય પ્રાણીઓ પશુ સલામત સ્થળે ચાલ્યાં ગયાનું અનુમાન છે.

ઉના તાલુકાનાં નાલીયા માંડવી ગામની પાછળ દરિયાની ખારાસ રોકવા બાવળનું જંગલ વરસો પહેલા ઉગાડેલું હતું જેમાં સિંહ, દિપડા, રોઝા, નિલગાય, હરણ વિગેરે પ્રાણી પશુ રહે છે.

સવારે ૯-૩૦ કલાકે ધુમાડાના ગોટા ત્થા અગ્ની જવાળા દેખાવા લાગી હતી અને વન વિભાગને ગામના આગેવાનોએ જાણ કરતાં  ફાયર બ્રીગેડ ત્થા વન કર્મિઓ આગ ઠારવા પ્રયત્નો કરેલ પરંતુ પવનની ઝડપ હોય આગ ફેલાતી જતી હતી મહા મહેનત બાદ બપોરે ૩-૦૦ વાગ્યે આગ સંપૂર્ણ બુઝાઇ ગઇ હતી.

અંદાજીત રપ થી વધુ વિઘા જમીનમાં ઉગેલ બાવળના ઝાડો બળી ગયાનો અંદાજ છે અને વન્ય પ્રાણી ત્થા પશુઓ સલામત જગ્યાએ ચાલ્યા ગયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આગ કેવી રીતે લાગી તેનું કારણની તપાસ વન વિભાગ કરી રહ્યું છે.

(12:00 pm IST)