Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સોશ્યલ મીડીયા દ્વારકાવાસીઓની વ્યથા

આમ નાગરિકોને વ્યસનોની સુવિધા મળી, અમને દ્વારકાધીશના દર્શનની આદત છે, તંત્ર વ્યવસ્થા કરે

દ્વારકા, તા. રપ : દ્વારકાવાસીઓ દ્વારા દ્વારકામાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશજીના દર્શન માટે દ્વારકાવાસીઓ આતુરતાપૂર્વક દર્શન ખૂલવાની તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી દ્વારકાવાસીઓ દ્વારા સોશ્યલ મીડીયામાં દ્વારકાધીશના દર્શન ખોલવા માટેની વિનંતી કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડીયામાં ફરતા મેસેજમાં દ્વારકાધીશના ભાવિક ભકતોએ જણાવ્યું છે કે તંત્રએ અનેક પ્રકારના વ્યસન ધરાવતા વ્યસનીઓને સુવિધાઓ આપી દીધી છે. પણ અમો દ્વારકાવાસીઓને તો માત્ર દ્વારકાધીશના દર્શનની આદત હોય જેથી અમારી આ આદત તંત્ર દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે તેવી અમારી દ્વારધાશીન ભગવાનને પ્રાર્થના છે.

અત્રે એ નોંધનીય છે કે ચાલીસ હજાર જેટલી વસ્તી ધરાવતી દ્વારકા નગરીમાં મોટ ભાગના ભાવિકો દ્વારકાધીશના દર્શન કરવાનું કદાપિ ટાળતા નથી. કોઇ સવારે મંગળા આરતીના દર્શન કરે છે તો કોઇ રાજભોગના દર્શન કરે છે, કોઇ સાંજે ઉત્થાપનના દર્શન કરે છે તો કોઇ શયન દર્શન કરે  આવા ભાવિકોની વ્યથા તંત્ર સાંભળે તે ખૂબ જ જરૂરી છે. વર્તમાનમાં દ્વારકાધીશના નિત્યક્રમ ફુલ શણગારના લૌકિક દર્શન પૂજારીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યાં છે અને રોજની પાંચ ધ્વજાજીનું પણ આરોહણ નિત્યક્રમ મુજબ જ થઇ રહ્યું છે ત્યારે ભગવાન દ્વારકધીશીના દર્શનથી વિમુખ રહેતા દ્વારકાવાસીઓ રોજ રાત્રે સવા નવ ગા્યે દ્વારકાધીશજીની પોઢણ આરતી જે દ્વારકા નગરપાલિકા દ્વારા શહેરમાં લગાવાયેલ સાઉન્ડ સીસ્ટમથી સાંભળે છે અને ઘરની બહાર આવી ઠાકોરજીને પોઢાડવાનો ભાવ પ્રગટ કરી શયન સ્તુતિ કરે છે.

દ્વારકાના જાહેર રસ્તાઓ, મહોલ્લાઓ અને સોસાયટીમાં રહતા ભાવિકો રાત્રે ભગવાન દ્વારકાધીશજીને પોઢાડવાનો ક્રમ છેલ્લા બે માસથી મંદિરમાં પ્રથમ પ્રવેશ કર્યા વિના જ અશ્રુભીની આંખે કરી રહ્યા છે.

(11:51 am IST)