Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વાંકાનેર પાલિકા અને જીતુભાઇ સોમાણી દ્વારા બે દિવસથી ભાવોભાવ માવા-બીડીનું વેંચાણ

સોશ્યલ ડિસટન્સ સાથે હજારો લોકોને વ્યાજબી ભાવે વસ્તુઓ મળતા ખુશખુશાલઃ ૧પ૦૦ માસ્કનું વિનામુલ્યે વિતરણ

વાંકાનેર તા. રપ :.. વાંકાનેર  પાલીકાના ચીફ ઓફીસર ગીરીશભાઇ સરૈયાએ લાલ આંખ કરી હોલસેલ પાન-મસાલાના વેપારીને દુકાન ખોલી નાખવા અને પ્રજાજનોને હોલસેલ ભાવ માલનું વિતરણ કરવા જણાવેલ પરંતુ વેપારીઓએ તેને ગાંઠયા વગર પોતાના ધંધા બંધ રાખ્યા હતા અને અંતે નગરપાલીકાએ ત્રીજુ નેત્ર ખોલી. સાત જેટલા વેપારીઓની દુકાન ગોડાઉનને ધડાધડ સીલ કરતા જ ફફડાટ ફેલાયો હતો અને નગરપાલીકા કચેરીએ દોડી આવ્યા હતાં. અને માલ વહેચવાની તૈયારી બતાવી હતી પરંતુ દુકાનો ખોલે અને લોકોનો ઘસારો વધે સોશ્યલ ડીસટન્ટ જાળવવા વિગેરે પ્રશ્નોની ચર્ચા બાદ  હોલસેલ વેપારીએ પોતાનો નિયત નફો રાખી વાંકાનેર ભાજપ અગ્રણી અને પૂર્વ નગરપતી જીતુભાઇ સોમાણી સાથે બેઠક કરી ઘણા વેપારીઓ પોતાનો માલ ક્રમસર જીતુભાઇ સોમાણી અને પાલિકાના સ્ટાફની દેખરેખ હેઠળ હોલસેલ ભાવે આપી દેવા તૈયાર થયા હતાં અને પ્રથમ તબ્બકામાં માવા તથા બીડી જે જુવાનીયાથી લઇ વૃદ્ધો તેમાં જકડાયેલા છે. તેનું વ્યવસ્થિત પણે નહીં નફો -નહીં નુકશાનને ધ્યાને રાખી ટાઉન હોલ પાસેના રામ કોમ્પ્લેક્ષમાં જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ તેમની ટીમ અને પાલિકાના સ્ટાફની મદદ સાથે વ્યવસ્થિત રીતે માવા-બીડીનું વેચાણ શરૂ કરેલ છે.

પ્રથમ દિવસે મોટા માવા રૂ. પ૦ના ચાર અને નાના માવા-રૂ. પ૦ આઠનું વેચવામાં આવેલ સાથે બીડી પણ નાની જુડી રૂ.પ૦ની પાંચ અને મોટી જુડી રૂ. પ૦ની ત્રણ આ રીતે વહેંચાણ શરૂ કરતા સવારથી જ લોકોની લાંબી લાઇનો લાગે છે. જીતુભાઇ સોમાણી અને તેમની ટીમ દ્વારા બીડી લેવા માટે આવેલા લોકોને માસ્ક અને મોઢે બાંધવા તથા સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવાની સમજ આપે છે સાથે માસ્ક વગરના આવતા લોકો જેમાં આજે ૧પ૦૦ જેટલા લોકોને પ્રથમ વિનામૂલ્યે માસ્ક આપવામાં આવેલ. બાદ રાહતદરે બીડીનું વિતરણ કર્યું હતું. સેવા કાર્યમાં પાલિકા સદસ્યો, શહેર ભાજપ અને યુવા ભાજપના કાર્યકરો, ચીફ ઓફીસર, પાલિકાના પ્રમુખ રમેશભાઇ વોરા, ઇન્દુભા જાડેજા, મનુભાઇ સારેસા, ગૌતમભાઇ ખાંડેખા, ચીરાગ સોલંકી, દિપકસિંહ ઝાલા, વિનુભાઇ સંચાણીયા, મહેશભાઇ ચૌહાણ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ, કાર્યકરો આમાં સેવા આપી રહ્યા છે. આ કાર્યને કોંગ્રેસ અગ્રણી ઇરફાનભાઇ પીરઝાદાએ પણ બિરદાવી હતી.

(11:51 am IST)