Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

થાનગઢની ૨ મહિલાઓ કોરોનાની લપેટમાં : કુલ ૨૪ કેસ

એક અઠવાડિયામાં જ ૨૧ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : પોઝિટિવ કેસ વધતા ચિંતા વધી

વઢવાણ તા. ૨૫ : સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કોરોનાના બે કેસો નોંધાયા ૅં જિલ્લામાં કુલ ૨૪ કેસો થયા છે. થાનગઢની બે મહિલાઓ કોરોના સંક્રમણની લપેટમાં આવી જતા ચિંતા પ્રસરી છે.

જિલ્લા માં સતત એક જ સપ્તાહ માં ૨૧ નવા કેસો નોંધાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર થાન વગેરે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં કોરોનાવાયરસ ની એન્ટ્રી થઈ ચૂકી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના ભરડા ઓ એક સપ્તાહમાં વધુ સામે આવતાં સુરેન્દ્રનગર વહીવટીતંત્ર પણ એક પ્રકારે ચિંતા માં મુકાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ફરી બે કેસો સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અભેપર ગામમાં અને એક કેસ થાનગઢનો છે ત્યારે થાનગઢમાં એક પ્રકારે લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આજથી થાનના અમૂક વિસ્તાર માં વહીવટી તંત્ર દ્વારા પ્રવેશબંધી પણ કરવામાં આવી છે અને પુરતો બંદોબસ્ત પણ થાન પંથકમાં ગોઠવવામાં આવ્યો છે.

થાનના અભેપર ગામમાં રહેતા ૩૯ વર્ષની મહિલા જયોતિબેન ને તારીખ ૧૯ના રોજ મુંબઈથી પરત ફર્યા હતા ત્યારે જયોતિબેનને કોરોના વાયરસના લક્ષણો દેખાતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમનો રિપોર્ટ કરતા કોરોના પોઝિટિવ આજે વહેલી સવારે આવ્યો છે.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના થાનના પ્રોપર વિસ્તારમાં વસવાટ કરતા નિકિતા બેન પરમાર અમદાવાદ તરફ ગયા હતા ત્યારે અમદાવાદથી પરત ફરતા આ નિકિતાબેનનો રિપોર્ટ કરવામાં આવતા આજે વહેલી સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ત્યારે હાલમાં જયાં નિકીતાબેન વસવાટ કરે છે તે સોસાયટી મમતા સોસાયટીને સીલ કરવામાં આવી છે અને પૂરતો બંદોબસ્ત પણ આ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યો છે.

આજે બંનેને પોઝિટિવ કેસો થાનગઢ માં આવતા થાન તાલુકામાં ચિંતાનોઙ્ગ વિષય બન્યો છે કયાં સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોરોના સંક્રમિતની સંખ્યા ૨૪ થવા પામી છે તેમાં ત્રણ લોકો સારવાર માંથી સાજા થઇને પોતાના ઘર તરફ વળ્યા છે અને હજુ અન્ય ૨૧ લોકો સુરેન્દ્રનગર જિલ્લાની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યા છે જેમાં ખાસ કરી વાત કરીએ તો જિલ્લામાં એક જ સપ્તાહમાં ૨૧ નવા કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

બીજી તરફ જિલ્લામાં જેમ જેમ કોરોનાવાયરસના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ તેમ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો વધી રહ્યા છે તે જિલ્લા માટે એક પ્રકારે ચિંતાનો વિષય બન્યો છે આગામી સમયમાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધવાની શકયતાઓ ખૂબ વધી રહી છે ત્યારે હજુ પણ લોકો ઘરમાં રહે સુરક્ષિત રહે તેવી પણ વહીવટીતંત્ર અપીલ કરી રહ્યું છે.

(11:45 am IST)