Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

૭ દિ'માં ૫૦ કેસ સાથે કોરોનાએ મારેલા ફૂંફાડા પછી કચ્છમાં બીજે દિ' પણ રાહત

કેસો વધતાં સેમ્પલ ઓછા ટેસ્ટ કરવાની સાથે વિગતો છુપાવવાનો તંત્ર પર આક્ષેપઃ સરકારની નિયત તરફ લોકોમાં પ્રવર્તતી શંકા

ભુજ,તા.૨૫: કચ્છમાં કોરોના પોઝિટિવના ૬૪ દર્દીઓ પૈકી રેડઝોન મુંબઈથી આવનારા ૫૬ જેટલા કોરોનાના દર્દીઓ નીકળ્યા બાદ લોકોમાં ફફડાટ મચી ગયો છે. તેમાંયે સતત છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના ૫૦ દર્દીઓ જાહેર થયા હતા. પણ, તે વચ્ચે હવે બે દિ'થી જાણે કોરોના રજા ઉપર હોય એવો તાલ છે.

કચ્છના વહીવટીતંત્ર દ્વારા બે દિવસથી તમામ સેમ્પલો નેગેટિવ હોવાનું જાહેર કરાયું છે. જોકે, સેમ્પલો ટેસ્ટ કર્યા અંગેની આંકડાકીય માહિતી છુપાવ્યા બાદ મીડીયામાં અને સોશયલ મીડીયામાં સવાલોથી દ્યેરાયેલા તંત્રએ સેમ્પલના જાહેર કરેલા આંકડાઓએ દર્શાવ્યું છે કે, કચ્છમાં કોરોનાએ મારેલા ફૂંફાડા પછી ઓછા સેમ્પલ લેવાનો જોખમી ખેલ શરૂ કરાયો છે. તંત્રએ બે દિ'માં માત્ર ૮૨ અને ૬૫ સેમ્પલ જ લીધા છે. જયારે તેનાથી આગળ દરરોજ કચ્છમાં પ્રવાસીઓના ધસારાના પગલે પુલ પદ્ઘતિ દ્વારા કચ્છમાં ૨૦૦ ની આસપાસ સેમ્પલ લેવાતા હતા. જેને કારણે કોરોનાના દર્દીઓ વિશે યોગ્ય માહિતી પણ મળતી હતી. જોકે, હવે માહિતી છુપાવવાની સાથે ઓછા સેમ્પલો લેવાને પગલે લોકોમાં ચિંતા સાથે સરકારની નિયત તરફ પણ શંકા પ્રવર્તી રહી છે. (૨૨.૧૨)

(10:32 am IST)