Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગીર-સોમનાથ જિલ્લામાં ૨૧ દર્દી કોરોના મુક્ત : ૨૩ કોરોનાગ્રસ્ત દર્દી સારવાર હેઠળ

જિલ્લામાં ૧૪૬૦ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ તેમા ૪૪ સેમપલ પોઝીટીવ આવેલ

પ્રભાસ પાટણ :ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા દેશની સાથે જિલ્લામાં  લોકડાઉન અમલમાં છે. લોકડાઉન દરમ્યાન ગીર-સોમનાથ જિલ્લામાં કુલ ૪૪ દર્દી કોરોનાગ્રસ્ત નોંધાયેલ છે. જેમાંથી ૨૧ દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. ૨૩ દર્દીઓ હાલમાં આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જેમાં તાલુકાવાર વેરાવળ ૦૫, સુત્રાપાડા ૦૫, કોડીનાર ૦૨, ઉના ૦૫, ગીરગઢડા ૦૨, તાલાળા ૦૪ કુલ ૨૩ કોરોના એકટીવ દર્દી સારવાર લઇ રહ્યા છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૪૬૦ શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ તેમા ૪૪ સેમપલ પોઝીટીવ આવેલ અને ૧૪૧૬ સેમ્પલ નેગેટીવ આવેલ છે. તા. ૨૩ મે એ લીધેલ ૪૮ દર્દીના સેમ્પલ નેગેટીવ આવેલ છે. જિલ્લા આરોગ્ય અધિકરી ડો.ચેતન મહેતાની યાદીમાં જણાવાયું છે.

(7:16 pm IST)