Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

રિવરફન્ટથી રેલ્વે બ્રીજ સુધી

સુરેન્દ્રનગર પાલિકા A ડીવીઝન પોલીસ દ્વારા લારીવાળાને વ્યવસ્થીત જગ્યા ફાળવાઇ

સોશ્યલ ડીસ્ટન્સ સાથે લારી ઉભી રાખી સામે બે જ ગ્રાહકો ખરીદી શકે તેવા રાઉન્ડ કરાયા

 વઢવાણ,તા.૨૫: સુરેન્દ્રનગર શહેરના શ્રવણ ટોકીઝથી રિવરફ્રન્ટ બાજુ શ્રવણ ટોકીઝ રોડના ભોગાવાથી રિવરફ્રન્ટ થી રેલ્વેબ્રીજ સુદ્યી રિવરફ્રન્ટ સુદ્યી આશરે ૧૦૦ લારી શાકભાજી ની ઉભી રહી શકે તેના માટે પાંચ બાય છ ની જગ્યા ફાળવવામાં આવીછે અને તેના નંબરો આપવામાં આવ્યા છે તેમજ લારી સામે બે રાઉન્ડમાં બેજ વ્યકિત શાક લઇ શકશે તેમજ આશરે ૧૦૦ લારીવાળા ને આ જગ્યા ઉભા રેહવા માટે આપવામાં આવશે.

આ કોવીડ ૧૯ ની મહામારી ના લીધે શહેર માં કયાય ટ્રાફિકનો થાય તેમજ શાકભાજી ની લારીવાળાને જયાં ત્યાં ફરવુનો પડે અને લોકો ને પણ મુશ્કેલીનો પડે તેમજ ગંદકી પણનો થાય તેના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે આ સંયુકત કામગીરી આજે સાંજે સીટી પીઆઈ ધોરી ધનરાજસીંહ અનુભા નગરપાલિકા તરફે આ શહેરના શાકભાજી થડા તેમજ લારીવાળા ઓ માટે ઉપયોગી અને તેમના હીત માટે આવો સારો અને સુંદર નિર્ણય નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા એઙ્ગ સંજયભાઇ પંડયાને જણાવ્યુ હતુ તેમજ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા શહેરના નાગરીકોને અપીલ કરે છે કે શાકભાજીની ખરીદી કરવા રિવરફ્રન્ટ ઉપર જાય શહેર ના ભાઇઓ બહેનો અને નાગરીકો આ બાબતે સાથ સહકાર આપવા વિનંતી પણ કરી છે ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એન્જિનિયર કંયવતસીંહ હેરમાંઙ્ગ છત્રપાલસિંહ ડીપી રાણા તેમજઙ્ગ વીજયભાઇ સોંલકી તેમજ અન્ય કરાર આધારીત રવીભાઇ દીપકભાઇ એન્જિનિયરની રૂબરુમાં પીળા કંલરના પટ્ટા મારીને જગ્યાઙ્ગ ઉપર માર્કીગ કરવાની કામગીરી શરુ કરાવી હતી આવતી કાલથી આશરે ૧૦૦ લારીવાળા ને રિવરફ્રન્ટ ખાતે ઉભા રાખવામાં આવશે શાકભાજી વાળા ધારકોને આવતી કાલથી ત્યાં ખસેડવા ની કામગીરી સીટી પીઆઈ ધોરી મેડમ તેમજ તેમનો સ્ટાફ તેમજ નગરપાલિકા નો સ્ટાફ જોડાશે.

(11:51 am IST)