Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

જસદણમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની વૈકલ્પિક શાકમાર્કેટની વ્યવસ્થા ગોઠવાઇ

જસદણ તા. ૨૫ : જસદણ પોલીસ ટીમ નો નવો અભિગમ જસદણ જુના શાકમાર્કેટનીઙ્ગ નાની અને સાંકડી ગલીમાં શાકભાજીની ખરીદી સમયે થતી ભીડઙ્ગ નિવારવા અને સોશ્યલ ડિસ્ટનસિંગની અમલવારી માટે જસદણ આટકોટ રોડ ઉપર સુ-વ્યવસ્થિત નવી શાકમાર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૫ લારી ગોઠવવામાં આવી હતી.

જસદણમાં જુની શાકભાજી માર્કેટમાંની જગ્યા પર આ અમલવારી સંદર્ભે શેરી ઓ ખુબજ સાંકડી હોય જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ ના હોય અને રોજ રોજ લોકોનું સ્વાસ્થય જોખમાય અથવા જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવાથી પણઙ્ગ જાહેર જનતાને હેરાનગતી ના પ્રશ્ન ઉભા થતા હોય આ સમસ્યાઙ્ગ નિરાકરણ લાવવા.

ઙ્ગઆદમજી રોડ ખાતે આવેલ જુની શાકભાજી માર્કટ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ જસદણ વિસ્તારમાં લોકડાઉન અમલવારી માટે કાર્યરત સુપરવાઇઝરી અધિકારી નાયબ પોલીસ અધિક્ષકઙ્ગ ડો. શ્રુતિ એસ.મેહતાએ જસદણ પો.સ્ટેના પો.ઇન્સ કે.આર.રાવત તથા પો.સબ.ઇન્સ એન.એચ.જોષી સાથે મળી જુની શાક માર્કેટમાં ના મૂળ વેપારીઓ સાથે બેઠક કરતા જાણવા મળેલ કે લોકડાઉન પહેલા કટલેરીની લારીઓ તથા ખાણી પાણીની લારીઓ ની ફેરી કરતા ગરીબ માણસોઙ્ગ હાલ પોતાનો ધંધો બંધ થયેલ હોય રોજી રળવા શાકભાજીના વેપારમાંઙ્ગ જોડાય જવાથી અને જુના શાકમાર્કેટ ખાતે પેહલાથી શેરી સાંકડી હોય તમામ નો સમાવેશ શકય નથી જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નથી તેમ જણાવેલ.

ગરીબ ફેરિયાઓની રોજી ચાલુ રહે અને કાયદાની અમલવારી પણ કરી શકાય એ મુજબની સુ-વ્યવસ્થા આપવીએ તંત્રની જ જવાબદારી હોવાનું તથા કાયદાનો દંડ ઊગમતા પહેલા સુચારૂ વ્યવસ્થા કરવી જરૂરી હોવાનો અભિગમ ધરાવનાર અધિકારી ડો. શ્રુતીબેન મહેતાઙ્ગ દ્વારાઙ્ગ શાકભાજીના વેપારીઓ ને સોશીયલ ડિસ્ટન્સની તકેદારી નાં ફાયદા અને જરૂરીયાત સમજાવતા તેઓ આ બાબતે સહયોગ આપવા તૈયાર થયેલ જે પછી જસદણ નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ ભાઈ તથા મામલતદારઙ્ગ સાથે મળી આ જુનું શાક માર્કેટ ખસેડી નવી જગ્યા એ બેસાડવા માટે નાં. પો. અધિ. ડો. શ્રુતિ બેન નાં માર્ગદર્શન હેઠળ નગરપાલિકા નાઙ્ગ સહકાર થી જસદણ પો.સ્ટેના પો.ઇન્સઙ્ગ શ્રી કે.આર.રાવત તથા પો.સબ.ઇન્સ શ્રી એન. એચ. જોષી તેમજ જસદણઙ્ગ માર્કેટની જગ્યા સાંકડી જગ્યાને બદલે આટકોટઙ્ગ જસદણ રોડ પર ફાયર સ્ટેશન સામેનાંઙ્ગ ચાર લેનનાં રસ્તા પર હોય કામચલાઉઙ્ગ એક સાઇડના પહોળા રોડ પર ઝીગઝેગમાં લારી પાથરણા માટે બ્લોકસ નું આયોજન કરી ત્યાં આ શાક માર્કેટ ખસેડવાનો નિર્ણય સર્વાનુમતે કરાવેલ હતો.

જે માટેઙ્ગ નગરપાલીકાના પ્રમુખ જીજ્ઞેશભાઇ હીરપરા અને પો.સબ. ઇન્સ. એન. એચ.જોષી એઙ્ગ નગરપાલીકાના કર્મચારીઓની મદદ થી ૬ * ૧૦ ફુટના એક એવા ૧૫૦ જેટલા ચોકઠા ચુના વડે બનાવી દરેક બે ચોકઠા વચ્ચે ૧૮ ફુટ નું અંતર રાખી તૈયાર કરવામાં આવ્યા અને કોઈને પણ ફરિયાદ ના રહે તે રીતે આ ચોકઠાની વહેંચણી શાકભાજીની લારીના તમામઙ્ગ ધારકોએ ચિઠીઓ ઉપાડી ડ્રો વડે જાતેઙ્ગ કરેલ અને જસદણનાં નાગરિકો માટેઙ્ગ મોકળાશ વાળું નવું શાક માર્કેટ આજથી શરૂ કરવામાં આવેલ છે.જેના પ્રથમ દિવસે જસદણ સરકારી મેડીકલ ટીમ વડે શાક નાં ફેરિયાઓનુંઙ્ગ મેડીકલ ચેકઅપઙ્ગ કરાવામાં માટેનું આયોજન પણ પોલીસ નાં સંકલન કરાવેલ છે.ઙ્ગ ઙ્ગ ઙ્ગ ઙ્ગ

નવા શાકભાજી માર્કેટ ખાતે નાં.પો અધિ ડો. મહેતા દ્વારા પોતાની પોલીસ ટીમ સાથે જાતેઙ્ગ ફૂટ પેટ્રોલિંગ કરી ફેરિયાઓને તથા ખરીદદારોને મોઢે માસ્ક ફરજીયાત પહેરવા, સોશીયલ ડિસ્ટનસિંગ જાળવવા અને શાકભાજીની ખરીદી તેમજ વેચાણથી મળતા પૈસા અલગ ડબ્બામાં રાખવા, તેમજ અલગ અલગ શાકભાજી નાં ૨૫૦ ગ્રામ,૫૦૦ ગ્રામનુ તૈયારઙ્ગ પેકીંગ વડે ઝડપથી વેચાણ કરવા સમજ આપી હતી.

આ શાકમાર્કટમાં ખરીદીએ આવનાર તમામ શહેરીજનોએ પોતાના વાહનો પોલીસ દ્વારા નિયત જગ્યાએ પાર્ક કરી ખરીદી કરવા અને શાક માર્કેટમાં ચાલીને જવાનાં નિયમો પાળવા અનુરોધ કરતા જણાવેલ કેઙ્ગ હવે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખી જાહેરનામા નો ભંગ કરનાર સામે ગુનો નોધવા માં આવશે.આ સુચનાઓ લાઉડ સ્પિકર દ્દારા શહેરી જનોને પહોંચાડવા તથાઙ્ગ સદરહુ જગ્યાએ દિવસમાં બે વાર નગરપાલીકા દ્દારા સફાઇ કરવામાં આવશે તેમજ સાંજે સેનીટાઇજેશન કરવામાં આવશે.

(11:50 am IST)