Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

જસદણના યુવા ઉદ્યોગપતિ વિજયભાઇ રાઠોડ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને પ૦૦ રાશન કીટનું વિતરણ

જસદણ તા. રપ :.. જસદણના યુવા ઉદ્યોગપતિ દ્વારા પ૦૦ રાશન કીટ બનાવી જરૂરીયાત મંદ પરિવારોને શોધીને રૂબરૂ જઇને કીટ વિતરણ કર્યુ હતું શહેરના જીઆઇડીસી એસો.ના પ્રમુખ અને શહેર યુવા ભાજપના પ્રમુખ તથા જાણીતા ઓપનર પ્રેસરના યુવા ઉદ્યોગપતિ વિજયભાઇ જે. રાઠોડએ જરૂરીયાત મંદ પ૦૦ જેટલા પરિવારોનો સર્વે કરીને ઘઉં, ચોખા, તેલ, દાળ, ચા, ખાંડ, હળવદર, મરચુ, મીઠુ, મસાલા જેવ પ૦૦ કીટ તૈયાર કરી જાતે વિતરણ કર્યુ હતું. વિજયભાઇ રાઠોડ દાન પુણ્ય અને ફંડફાળો આપવામાં હર હંમેશ કાયમીક આગળ રહે છે તેવો યુવા છતાં તેવો નાત-જાત જોયા વગર નિઃસ્વાર્થ ભાવે આજીવન સેવાના ભેખધારી છે વિજયભાઇના પિતા પુર્વ નગરપતિ  જે. પી. રાઠોડ પણ સદકાર્ય કરવામાં કયારેય પાછી પાની કરી નથી હાલ તેમનો સેવાકીય વારસો પુત્રએ સંભાળી લેતા જે. પી. રાઠોડએ આનંદની લાગણી વ્યકત કરી હતી.

(11:42 am IST)