Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ :6 કોપી કેસ નોંધાયા

પોરબંદર:પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે જોકે શહેરમાં કુલ 6 કોપી કેસ નોંધાયા છે પોરબંદર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10માં મહત્તમ હાજર સંખ્યા 10,700 અને ધોરણ 12માં મહત્તમ હાજર સંખ્યા 3800 વિદ્યાર્થીઓની રહી હતી.

પોરબંદરમાં ધોરણ 10 માટે તારીખ 7 માર્ચથી 19 માર્ચ સુધી 42 પરીક્ષા કેન્દ્રો અને 384 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 7 માર્ચથી 23 માર્ચ સુધી 15 કેન્દ્રને 138 બ્લોક તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 7 માર્ચ થી 16 માર્ચ સુધી ચાર કેન્દ્રો અને 14 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવું આયોજન હાથ ધરાયું હતું.

(11:15 pm IST)
  • શેરબજારમાં તોતિંગ ગાબડુ : વૈશ્વિક પરિબળોની અસરઃ ૩ વાગ્યે સેન્સેકસ ૩૭૩ પોઇન્ટ ઘટીને ૩૭૭૯૧ તથા નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૩૪૮: ડોલર સામે રૂપિયો ૬૮.૮૦ ઉપર છેઃ બજારમાં ભારે વેચવાલીઃ મીડકેપ-સ્મોલકેપ પણ તુટયાઃ રિયલ્ટી મેટલ, ઓટોમાં વેચવાલી access_time 3:31 pm IST

  • બીજેપીમાં સામેલ થયા જયાપ્રદા: રામપુરમાં આઝમખાનને આપશે ટક્કર : ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં સામેલ થયા છે. તેઓ રામપુરથી ભાજપના ઉમેદવાર થશે અને ગઠબંધનના ઉમેદવાર આઝમખાને આપશે ટક્કર. access_time 3:46 pm IST

  • રાહુલની યોજના પાછળ ખર્ચ થશે ૩.૬૦ લાખ કરોડઃ દરેક ગરીબ પરિવારની માસિક કમાણી ૧૨૦૦૦ લઈ જવાશે : ઉદાહરણ તરીકે જો આવક ૭૦૦૦ હોય તો કોંગ્રેસ સરકાર રૂ. ૫૦૦૦ આપશે, જો માસિક આવક ૨૦૦૦ હોય તો કોંગી સરકાર ૧૦,૦૦૦ આપી આવક ૧૨૦૦૦ પર લાવશેઃ ૧૨૦૦૦થી ઉપર આવક હોય તો લાભ નહિ મળેઃ પૈસા ખાતામાં જશે access_time 3:32 pm IST