Gujarati News

Gujarati News

  • એપ્રિલથી કાર ખરીદવાનું થશે મોંઘુ : ઓટો કંપનીઓએ કિંમતમાં કર્યો વધારો : માર્કેટની સ્થિતિમાં બદલાવ, ઇનપુટ કોસ્ટમાં વધારો અને અન્ય આર્થિક કારણોના લીધે થશે વધારો : નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસેે એટલે કે ૧ એપ્રિલથી કાર ખરીદવાનું મોંઘુ થશેઃ ટાટા મોટર્સ અને જગુઆર, લેન્ડ રોવર ઇન્ડિયા જેવી મોટી કંપનીઓએ કારની કિંમતોમાં વધારાનું એલાન કર્યું છેઃ ટાટા મોટર્સની કિંમતોમાં રપ હજાર સુધીનો વધારો થઇ શકે છે. access_time 3:45 pm IST

  • સાંજ સુધીમાં ગઠબંધનનો ફેંસલોઃ નહિ થાય તો અમે તમામ 26 બેઠકો લડશું :એનસીપી નેતા જયંત બોસ્કીનો ધ્રુજારો :એનસીપીનાં જયંત બોસ્કીએ મોટું નિવેદન આપ્યું :સાંજ સુધીમાં ગઠબંધન નહીં થાય તો અમે તમામ 26 બેઠકો પર ચૂંટણી લડીશું: અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ બેઠક પર જયંત બોસ્કી પોતાની ઉમેદવારી નોંધાવવાનાં છે. access_time 12:42 pm IST

  • કેજરીવાલનો દાવો :દિલ્હી પૂર્ણ રાજ્ય બનશે તો સિંગાપુર જેવા 10 શહેર બનાવશું :ઝુપડીઓવાળાને આપશું બંગલો :દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવાની માંગ કરતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે દિલ્હીને તમામ સમસ્યાથી મુક્ત કરાવશું :જોકે સિંગાપુર બનાવાના મામલે પહેલા પણ કેજરીવાલ લોકોના નિશાના પર રહ્યાં છે access_time 12:15 am IST