સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th March 2019

પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ :6 કોપી કેસ નોંધાયા

પોરબંદર:પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે જોકે શહેરમાં કુલ 6 કોપી કેસ નોંધાયા છે પોરબંદર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10માં મહત્તમ હાજર સંખ્યા 10,700 અને ધોરણ 12માં મહત્તમ હાજર સંખ્યા 3800 વિદ્યાર્થીઓની રહી હતી.

પોરબંદરમાં ધોરણ 10 માટે તારીખ 7 માર્ચથી 19 માર્ચ સુધી 42 પરીક્ષા કેન્દ્રો અને 384 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 7 માર્ચથી 23 માર્ચ સુધી 15 કેન્દ્રને 138 બ્લોક તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 7 માર્ચ થી 16 માર્ચ સુધી ચાર કેન્દ્રો અને 14 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવું આયોજન હાથ ધરાયું હતું.

(11:15 pm IST)