Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

મોરબીના હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની માંગ

મોરબી : મોરબીના હાઉસિંગ બોર્ડમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ ખડકી દુકાન ઉભી કરીને વેપાર કરનાર સામે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે.

        એક જાગૃત નાગરિકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી પાલિકા દ્રારા એક ઇસમને ટ્યુબલાઈટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ઇસમ દ્વારા ગેરકાયદે ઓરડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ તેની પાસે કોઈ કોન્ટ્રાકટ નથી છતા તે ઓરડીમાં વ્યાપાર કરી દુકાન ચલાવવામાં આવી રહી છે. ગેરકાયદે ખડકાયેલી આ દુકાન અહીંના સ્થાનિકોને નડતરરૂપ છે. આ દુકાનમાં વીજલાઈન તેમજ પાણીની મંજૂરી મળી ન હોવા છતા આ ઇસમ દ્વારા વીજચોરી કરવામાં આવી રહી છે.જેથી આ દુકાન હટાવી ગેરકાયદેસર દબાણો દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(12:52 pm IST)