Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

મોરબીના માર્કેટીગ યાર્ડમાં વેપારીને છરીનો ઘા ઝીંકી લૂંટ ચલાવનાર ઝડપાયો

Photo : Morbi Loot

       મોરબી: મોરબીના માર્કેટિંગ યાર્ડમાં એક વેપારી સાથે રૂપિયાની લેવડદેવડ મામલે છરી વડે જીવલેણ હુમલો કરીને સોનાના ચેનની લૂંટ ચલાવનાર ઇસમ સામે ગુન્હો નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને લૂંટનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

મોરબીના શક્તિ પ્લોટમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં દુકાન ધરાવતા હોલસેલ શાકભાજીના વેપારી દિનેશભાઇ કાથરાણી ગઈકાલે વહેલી સવારે દુકાનમાં હતા ત્યારે સિપાઈવાસમાં રહેતો અલ્તાફ ઉર્ફ એ જગરી કાસમભાઈ કુરેશી નામનો શખ્સ પોતના મિત્ર સાથે એક્ટિવા પર આવ્યો અને દિનેશભાઇ પાસેથી શાકભાજી માગણી કરી ત્યારે દિનેશભાઇ બે દિવસ પહેલાના રૂપિયા ૮૦૦ માગતા આ શખ્શને સારું ના લાગતા તેણે વેપારી દુકાનમાંથી બહાર કાઢી છરી વડે તેના પર જીવલેણ હુમલો કર્યો અને સોનાનો ચેન લૂંટી ગયો હતો.આ મામલે દિનેશભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. મોરબીના માર્કેટિંગ યાર્ડમાં વેપારી પર હિચકારા હુમલા અને લૂંટને પગલે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો તો આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. આર.જે.ચૌધરી સહિતની ટીમે લુખ્ખા ઈસમને કાયદાનું ભાન કરાવવા તપાસના ચક્રો ગતિમાન કાર્ય હતા અને આરોપીને દબોચી લઈને લૂંટનો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે તેમજ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:50 pm IST)