Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જુનાગઢમાં ત્રીજા માળેથી પટકાતા આસામના ૨૮ વર્ષના યુવાનનું મોત

રાજકોટ તા. ૨૪: જુનાગઢમાં ગાંધીગ્રામ એરિયામાં રહેતો મુળ આસામનો યુવાન રાત્રે ત્રીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સવારે મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મુળ આસામનો માયના ગુલાબભાઇ તાહુ (ઉ.૨૮) જુનાગઢ રહી ડેરીમાં મજૂરી કરતો હતો. રાત્રે તે જ્યાં રહેતો હતો તે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી અકસ્માતે પટકાતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. અહિ સવારે મોત નિપજ્યું હતું. મૃતકના પત્નિ સહિતના પરિવારજનો આસામ રહે છે. તેને જાણ કરવા જુનાગઢ પોલીસે તજવીજ કરી હતી.

(11:34 am IST)
  • પ.બં.ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર બનાવેલ ફિલ્મ ભગીનીનું ટ્રેઇલર બતાવવા સામે ચુંટણીપંચે પ્રતિબંધ લાદયા access_time 3:42 pm IST

  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • પ્રજ્ઞા ઠાકુરને ચુંટણી લડતા રોકવા માટેની માગણી એનઆઇએ કોર્ટે ફગાવી દીધી : ભોપાલથી ભાજપના ઉમેદવાર access_time 3:41 pm IST