Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

મોટી કુંકાવાવ-૩, ભાદર-ર ડેમ ઉપર સવા ઇંચ

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાનો વિરામઃ અમૂક વિસ્તારોમાં જ હળવો વરસાદ નોંધાયોઃ સવારથી તડકો

રાજકોટ તા. રર :.. સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાએ વિરામ લીધો હોય તેમ અમુક વિસ્તારમાં જ ગઇકાલે હળવો વરસાદ વરસ્યો હતો અને આજ સવારથી તડકો છવાયો હતો જો કે ગઇકાલે સૌથી વધુ વરસાદ મોટી કુંકાવાવમાં ૩ ઇંચ વરસ્યો હતો. બીજી તરફ અનેક વિસ્તારોમાં વિજળી ગાજી હતી જેમાં ઢાંક, ધોરાજી, જામકંડોરણા, કેશોદમાં પડી હતી. જે સવારે ૮ વાગ્યા સુધીનો વરસાદ નીચે મુજબ છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમો ઉપર પણ છેલ્લા ર૪ કલાકમાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાજકોટ જીલ્લાના ભાદર-ર ઉપર ૩૦, આજી-૩ ઉપર ર૦, સોડવદર-ર૦, સુરવો-૧૭, ખોડપીપર -૧પ, વેણુ-ર ઉપર -૧પ, ભાદર-૧૩, મોજ-૧૦, વેરા-૧૦, છાપરવાડી-ર ઉપર-૬, ફોફળ-પ, હાલારમાં વાડીસંગ-ર૦, ડાઇ મીણસાર-૧૦, ફુલઝર-પ, ઉમીયાસાગર-પ, સાકરોલી ડેમ (અમરેલી જીલ્લો ઉપર ૯ મી. મી. વરસાદ નોંધાયો છે.

વિજળી પડતા વિન્ડફાર્મને લાખોનું નુકસાન

ઉપલેટા : તાલુકાના ઢાંક ગામે ગત તા. ૨૦ના રોજ વરસાદી માહોલ બંધાયા બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયેલ હતો અને બાદમાં ઢાંક ગામે આવેલ નિરમા લીમીટેડ કંપનીના વિન્ડફાર્મમાં આવેલ પવનચક્કી ઉપર વિજળી પડતા કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળેલ છે.

મોટી કુંકાવાવમાં ૩૦ મિનિટમાં ૨ ઇંચ

મોટી કુંકાવાવમાં અસહ્ય ઉકળાટ બાદ બપોરના ૩.૩૦ થી ૪ વાગ્યા સુધીમાં ૩૦ મિનિટમાં ધોધમાર ૨ ઇંચ વરસાદ પડી ગયેલ છે. આ વર્ષના અતિશય વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની પૂરેપૂરી શકયતા છે. તલનો પાક તો પૂરેપૂરો નાશ પામી ગયેલ છે અને મગફળીનો પાક પણ પૂરો થઇ જવાની શકયતા છે. મુખ્યમંત્રીએ જાહેર કરેલી કૃષિ સહાયમાં કુંકાવાવ - વડિયા તાલુકાને આવરી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.

કેશોદમાં વિજળી પડી અડધો કલાકમાં એક ઇંચ

કેશોદમાં સાંજે પોણા છ વાગ્યાના અરસામાં જોરદાર પવન સાથે અનરાધાર વરસાદ શરૂ થતાં અડધા કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડેલ છે. રસ્તાઓ પાણી પાણી થઇ ગયેલ છે. વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. વરસાદની સાથે સાથે વેરાવળ રોડ પર આવેલ ગણેશનગરમાં બાબુભાઇ સોરઠીયાના મકાન ઉપર વિજળી પડતા મકાનનું ઇલેકટ્રીક વાયરીંગ બળીને ખાક થઇ ગયું હતું.

અમરેલી જીલ્લો

અમરેલી

  ૯

મી.મી.

ખાંભા

૧૪

  ''

ધારી

૧૦

 ''

બગસરા

  ૭

 ''

બાબરા

૧૯

 ''

લાઠી

૧પ

 ''

લીલીયા

૧૩

 ''

વડીયા

૧૦

 ''

સા.કુંડલા

  ર

 ''

ગોહિલવાડ

ઉમરાળા

  ર

મી.મી.

ઘોઘા

  ૮

 ''

જેસર

  પ

 ''

તળાજા

  ૧

 ''

પાલીતાણા

   ૧

 ''

ભાવનગર

  ૬

 ''

શિહોર

  ૧

 ''

કચ્છ

માંડવી

  ર

મી.મી.

ગીર જીલ્લો

 

 

ઉના

  ર

મી.મી.

કોડીનાર

  ર

 ''

ગીરગઢડા

૧૩

 ''

તાલાળા

ર૮

 ''

વેરાવળ

  ૩

 ''

સુત્રાપાડા

  ૧

 ''

મોરબી જીલ્લો

વાંકાનેર

૧૦

મી.મી.

હાલાર

 

 

ધ્રોલ

૧૩

મી.મી.

જામજોધપુર

૧૦

 ''

કાલાવડ

  ર

 ''

સોરઠ

કેશોદ

૩૦

મી.મી.

જુનાગઢ

  ૭

 ''

ભેંસાણ

૧૦

 ''

મેંદરડા

  ૭

 ''

માંગરોળ

  ૬

 ''

માણાવદર

૩૬

 ''

માળીયાહાટીના

૩૭

 ''

વંથલી

૧૦

 ''

વિસાવદર

પ૮

 ''

(11:31 am IST)
  • અત્યારે મોડી રાત્રે પોણા અગિયાર વાગ્યે સૌરાષ્ટ્રના ઓખા દ્વારકા પોરબંદર જામનગર ના દરિયા કાંઠે જબ્બર વાદળા છવાયા છે સાથોસાથ સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વાદળોના ગંજ ખડકાયા છે. ભારે બફારા પછી રાત્રે સુરતમાં જોરદાર વરસાદ પડ્યાનું કુશલ ઠક્કરે જણાવ્યું છે. access_time 11:51 pm IST

  • ફેસબુકના ભારતના વડા સુપ્રીમમાં દોડ્યા - કાલે સુનાવણી : દિલ્હી વિધાનસભા પેનલ દ્વારા પોતાની સમક્ષ જાજર થવા અંગેની નોટિસ સામે ફેઈસ બુકના ભારતના વડા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, અને આ હુંકમ સામે સ્ટે માગ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેન્ચ આવતીકાલે બુધવારે આ અંગે સુનાવણી કરશે. access_time 12:01 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST