Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

બોટાદના તુરખામાં વિજળી પડતા ર પિતરાઇ ભાઇના મોત

ભાવનગર તા. રર : બોટાદના તુરખા ગામે વીજળી પડતા બે પિતરાઇ ભાઇઓના મોત નિપજતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગતો મુજબ બોટાદ જીલ્લાના તુરખા ગામે વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઇ ગોરાભાઇ ઝાપડીયા ઉ.ર૩ અને મહેશભાઇ દિલુભાઇ ઝાપડીયા ઉ.રર નામના બે પિતરાઇભાઇઓ પોતાની વાડીની ઓરડીમાં હતા ત્યારે વરસાદ અને ગાજવીજ સાથે વાડીની ઓરડી પર વીજળી પડતા બન્ને પિતરાઇભાઇઓના બનાવ સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા.

બનાવની જાણ થતા જ ગ્રામ્યજનો દોડી આવ્યા હતા આ બનાવથી પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

શોક લાગતા યુવાનનું મોત

તળાજામાં લક્ષ્મીનગર વિસ્તારમાંં રહેતા નાનજીભાઇ વિઠ્ઠલભાઇ જાદવ ઉ.૩પ ને તેના ઘરે ઇલે.મોટર ચાલુ કરવા જતા શોકલાગતા હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

 

(11:41 am IST)
  • જયારે ગુજરાત, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ પાકિસ્તાનમાં આ અઠવાડીયાના અંત ભાગે આ વરસાદી દોર પહોંચી સારો વરસશે access_time 11:36 am IST

  • રાજકોટમાં વધુ એક સરેઆમ હત્યા : શાસ્ત્રી મેદાન નજીક હત્યા :શાસ્ત્રી મેદાન નજીક બે રિક્ષા ચાલક વચે મોટી બબાલ બાદ ખેલાયો : રજાક પર સાજીદ દ્વારા છરી વડે હુમલો કરતા હત્યા થયાંનાં અહેવાલ : હત્યારો રિક્ષા ચાલક સાજીદ ફરાર access_time 6:45 pm IST

  • મુંબઇમાં MTNLની બિલ્ડિંગમાં ભયંકર આગઃ ૧૦૦થી વધુ લોકો ફસાયાની શંકાઃ ફાયર ફાયટરોની ૧૪થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પરઃ આગ કાબુમાં લેવા પ્રયાસો : ફાયરબ્રિગેડના ૨ જવાનો ઘાયલ access_time 4:27 pm IST