Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બેલા-ભરતનગર લીંક રોડની પહોળાઇ વધારવા ધારાસભ્યની મહેનત રંગ લાવી

મોરબી, તા.૨૨: મોરોબી તાલુકાના મોરબી-જેતપર સ્ટેટ હાઈવે પરના બેલા ગામથી કંડલા નેશનલ હાઈવે પર આવેલ ભરતનગર સુધીનો મોરબી જીલ્લા પંચાયત હસ્તકનો રોડની પહોળાઈ વધારવા માટે ધારાસભ્યએ કરેલી મહેનત રંગ લાવી છે.

મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે બેલા ભરતનગર રોડ પર ખોખરા હનુમાનજીનું ધાર્મિક સ્થળ આવેલ છે અને કથાકાર કનકેશ્વરી દેવીનું પવિત્ર યાત્રાધામ આવેલ હોય જેને ધ્યાને લઈને મોરબી જીલ્લા પંચાયત દ્વારા આ રસ્તો તાબડતોડ મંજુર કરાવીને કામગીરી ચાલુ કરી હતી દરમિયાન રસ્તા પર સિરામિક ઉદ્યોગના નાના મોટા ઓદ્યોગિક એકમો કાર્યરત થયા છે જેથી હાલનો ૫ મીટરની પહોળાઈનો રસ્તો ટ્રાફિકને ધ્યાને લઈને ૯ મીટર કરવો જરૂરી હોય જેથી ખાસ રસ લઇ જીલ્લા પંચાયત દ્વારા આ પહોળાઈ વધારવાની દરખાસ્ત માર્ગઙ્ગ મકાન વિભાગને મોકલી હતી ગત તા. ૧૩-૦૨-૧૯ ના રોજ રોજ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી ત્યારબાદ સચિવાલયના માર્ગ મકાન વિભાગ તેમજ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી આ કામમાં વિલંબ થતા મોરબી તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયાને સાથે રાખીને ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના અગ્રણીઓ નીતિનભાઈ પટેલને બે વખત રૂબરૂ મળ્યા છે આમ ધારાસભ્યની રજૂઆત અને સતત ફોલોઅપને કારણે રસ્તાની પહોળાઈ વધારવાની મંજુરી મળી છે.  વધુમાં ધારાસભ્ય મેરજાએ જણાવ્યું છે કે આ રસ્તો મોરબી-જેતપરના સ્ટેટ હાઈવે અને મોરબી કંડલા નેશનલ હાઈવેને જોડતો લીંક રોડ છે રોડની પહોળાઈ વધારવાની દરખાસ્ત મંજુર થાય તે માટે અનેક ર્જુઅતો કરી છે અને રોડની પહોળાઈ વધારવા માટે મંજુરી મળતા બેલા-ભરતનગરના ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઈ છે સાથે આ રસ્તો તાકીદે પહોળો કરવાની કામગીરીનું ટેન્ડર પણ બહાર પાડી કામ હાથ ધરાય તેવી માંગણી ધારાસભ્યે કરી છે.

(1:23 pm IST)