Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમરેલી પટેલ સંકુલમાં પ હજાર વિદ્યાર્થીઓ દ્વારા યોગ સાધનાઃ વિશ્વ યોગ દિવસની ઉજવણી

અમરેલીઃ શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ-અમરેલીમાં વિશ્વયોગદિન ઉજવણી નિમિતે સરકારશ્રીના શિક્ષણવિભાગની સુચના અનુસાર પટેલ સંકુલના નિયામક મનસુખભાઇ ધાનાણીના માર્ગદર્શન હેઠળ તથા સંસ્થાના સ્પોર્ટસ વિભાગના ડાયરેકટર મગનભાઇ વસોયા તથા રમત-ગમત શિક્ષિકાઓએ પ્રાથમિક પી.જી.સુધીમાં અભ્યાસ કરણ પાંચહજાર કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ એકસાથે એકજ કેમ્પસમાં યોગા સનના તમામ આસન સફળતાપૂર્વક કરીને અનોખી રીતે વિશ્વયોગ દિન-૨૦૧૯ની ઉજવણી કરી હતી. વિશ્વયોગદિનની અનોખી રીતે વિક્રમજનક સંખ્યામાં યોગા પ્રસ્તુતિ કરવા બદલ સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરા, પ્રમુખ મનુભાઇ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઇ ધામી, સેક્રેટરી બાબુભાઇ સાકરીયા, કેમ્પસ ડાયરેકટર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્થાનિક સંચાલક ચતુરભાઇ ખૂંટ, હોસ્ટેલ ડાયરેકટર વલ્લભભાઇ રામાણી, પ્લાઝા ડાયરેકટર, બ્રિજેશભાઇ પલસાણા, શાળા કોલેજના આચાર્યો વિ.એ.અભિનંદન આપ્યા હતા. સફળ બનાવવા સ્પોર્ટસ વિભાગ તથા સાઉન્ડ વિભાગે જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:22 pm IST)