Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

લોકસભામાં 'વિશ્વ યોગ દિવસ'ના યોગાભ્યાસ કરતા જામનગરના સાંસદ પૂનમબેન માંડમ

જામનગરઃ શાંતિ અને સૌહાર્દની ઉદાત ભાવના સાથે વિશ્વ યોગ દિવસના લોકસભા સેક્રેટરીએટ ખાતે પાર્લામેન્ટ સંકુલમાં સંસદ સભ્યો મહાનુભાવો સૌ ઉત્સાહથી યોગાભ્યાસમાં જોડાયેલા તેમાં જામનગરના સંસદસભ્ય પૂનમબેન માંડમએ પણ ભાગ લીધો હતો. આ તકે સાંસદશ્રી પૂનમબેને જણાવ્યુ હતુ કે યોગને આદત બનાવીને, પ્રકૃતિની અને અધ્યાત્મની આ અદભુત દેન સમી વિદ્યાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વધાવીને તેને શારીરિક તેમજ માનસિક સ્વરૂપે અપનાવીને શરીર સાથે સુલભ સંવાદસેતુ રચવાની આજ પ્રતિજ્ઞા લઇએ.

(1:19 pm IST)