Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

બગસરામાં ગાંજો બનાવવાની ફેકટરી ઝડપાઈઃ મુદ્દામાલ સાથે બે ઝડપાયા

અમરેલી, તા. ૨૨ :. બગસરામાં રહેતો ભીમજી રાઘવ લાખાણી તથા કિશન જયંતી રાઠવા નામના શખ્સના રહેણાક મકાનમાં પોલીસે રેડ પાડતા ત્યાંથી ગાંજાનો જથ્થો ૯૩૯૦ કિં. ગ્રામ કિં. રૂ. ૫૬૩૪૦ તથા વજનકાંટા પેકીંગ કરવાની સામગ્રી તથા રોકડ મળી કુલ કિં. રૂ. ૬૦૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

રાજુલાના કોટડીમાં સગાઈ બીજે થઈ જતા યુવતીના ફોટા ફેસબુકમાં અપલોડ કર્યા

રાજુલાના કોટડીમાં રહેતી યુવતીની સગાઈ બીજે થઈ જતા તેની જાણ બહાર એ જ ગામના જેન્તી ઉર્ફે નાનુ દેવશી જોગદીયા નામના શખ્સે ફેસબુકમા ફોટા અપલોડ કરી દેતા યુવતીએ ઝેરી દવા પી લીધાની ફરીયાદ પોલીસમાં થવા પામી હતી.

જાફરાબાદના બાબરકોટમાંથી ડમ્પર ચોરાયું

જાફરાબાદના બાબરકોટમાં નર્મદા સિમેન્ટ કંપનીમાં માઈન્સ વિભાગમાં રાખેલુ ડમ્પર નં. જીજે ૧૦ ટી એકસ ૧૪૯૯ ટાટા કિં. રૂ. ૧૭,૪૦,૮૦૦નું કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં થવા પામી છે.

(1:18 pm IST)