Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

કાલે સાવરકુંડલામાં કિન્નર સમાજ દ્વારા મહોત્સવ

મોસાળુ, વરઘોડો, લોકડાયરો, ભોજન સહીતના કાર્યક્રમો

સાવરકુંડલા, તા., રરઃ સાવરકુંડલામાં કિન્નર સમાજ દ્વારા કાલે તા.ર૩મીએ મહોત્સવનું આયોજન કરેલ છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ પ્રકારના ઉત્સવનું આયોજન કરેલ છે.

અહી મોસાળુ, વરઘોડો, લોકડાયરો, ભોજન સહીત અનેકવિધ કાર્યક્રમો માટે તૈયારી ચાલી રહેલ છે. સાવરકુંડલામાં કિન્નર અગ્રણી કાજલ દે શ્યામદે અને ખુશીદે કાજલદેે સહીત કિન્નર સમાજ દ્વારા સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આયોજન કરાયેલ છે.

તા.ર૩ના સવારે ૮ કલાકે મોસાળુ ૧૦ કલાકે વરઘોડો, સાંજે ૭ કલાકે ભોજન સમારંભ તથા રાત્રીના ૯.૩૦ કલાકે લોકડાયરાનું આયોજન કરાયેલ છે.

જેમાં સર્વશ્રી કલાકારોમાં મનુભાઇ વસોયા, કરીશ્મા દેસાણી, શ્રૃતી પટેલ સહીતના કલાકારો રમઝટ બોલાવશે.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં માનવ મંદિરના પુ.ભકિતરામ બાપુ, ઘી વાળી ખોડીયાર મંદિરના મસ્તરામ બાપુ તેમજ નેસડી ખોડીયાર મંદિરના લવજીબાપુ, મનીષા દીદી સહીતના સંતો પણ હાજરી આપશે.

(1:18 pm IST)