Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સોરઠા ગામે પત્નિ રિસામણે ચાલી જતા એ જ ગામની યુવતિ સાથે પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યાનો પ્રયાસ

જામનગર તા.૨૨: કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કારૂભાઇ ભગાભાઇ રોરીયાએ ફરીયાદ નોંધાવી છે  ફરીયાદી કારૂભાઇના દિકરા કિશોરની પત્ની રંતબેન તેમના માવતરના ઘરે રીસામણે બેસેલ હોય અને કિશોરભાઇએ તેના જ ગામના આરોપી વનરાજ મનુભાઇ ઝરમરીયાની બહેન ઉષા સાથે ત્રણેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલ હોય જેથી કાંન્તીભાઇ ભીખાભાઇ ઝરમરીયા, વનરાજ મનુભાઇ ઝરમરીયા, અશ્વિન વલ્લભભાઇ ઝરમરીયા, ઢબુબેન વલ્લભભાઇ, શારદાબેન મનુભાઇ, હકુબેન ભિખાભાઇ રે.સોરઠા, એ તે બાબતનું મનદુઃખ રાખેલ જેથી કાંન્તીભાઇ વનરાજભાઇ,ઢબુબેનએ લાકડાના ધોકા તથા લાકડીઓ ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી કારૂભાઇના દિકરા કિશોરને માથાના ભાગે મારી નાખવાના ઇરાદે માર મારી જીવલણે ગંભીર ઇજાઓ કરી અને આરોપીઓ અશ્વિનભાઇ, શારદાબેન તથા હકુબેનએ મળી ઢીકાપાટુનો માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી અને તમામ આરોપીઓએ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

ખાતર ઉતારવા બાબતે મારમાર્યાની રાવ

લાલપુર પોલીસ સ્ટેશનમાં મજીદભાઇ આમદભાઇ સફીયાએ ફરીયાદ નોંધાવી છે કે ગલ્લા ગામના પાટીયા પાસે ગલ્લા સીમ ફરીયાદી મજીદભાઇ વાડીએ આરોપી કિરણસિંહ ગંભીરસિંહ જાડેજાએ પીકઅપ વાહન લઇને સાહેદ ગોવિંદભાઇ ખાતર ઉતારવા આવેલ આ ખાતર ઉતારવા બાબતે ફરીયાદી મજીદભાઇ સાથે બોલાચાલી ઝપાઝપી કરતા સાહેદ અફઝલ વચ્ચે પડતા આરોપી કિરણસિંહ ગંભીરસિંહ જાડેજા, તથા ચાર અજાણ્યા માણસો રે. પાંચસરા ગામવાળાને બોલાવતા આરોપીઓ બાઇક ઉપર આવી ગેરકાયદેસર મંડળી રચી હથીયારો ધારણ કરી આરોપી કિરણસિંહએ સાહેબ અફઝલના ડાબા ગાલ ઉપર છરીનો ઘા મારી તથા મોઢા ઉપર માર મારી અને ફરીયાદી મજીદભાઇ ને જમણા હાથે જમણા પગે લોખંડના પાઇપના ઘા મારી ફેકચરની ઇજા કરી તથા આ કામના અન્ય આરોપીઓ ગંભીરસિંહ અભેસિંહ જાડેજા, ગુંણભા બચુભા જાડેજા, તથા ચાર અજાણ્યા માણસોએ તેમની પાસે રહેલ હથીયાર લોખંડના પાઇપ તથા ધોકા તથા લતો વડે ફરીયાદી તથા સાહેદને માર મારી ગાળો કાઢી પોતાનો સમાન ઇરાદો પાર પાડી એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી મજીદભાઇ તથા ગ્રાહેદને ઇજા કરી ગુનો કરેલ છે.

(11:39 am IST)