Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગોંડલમાં વરલીનો જુગાર રમાડતા ૩ પકડાયાઃ આર.આર.સેલનો દરોડો

રાજકોટ, તા., ૨૨: ગોંડલમાં રેન્જ આઇજીના આરઆરસેલે રેઇડ કરી વરલીનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. રેન્જ આઇજીપી સંદીપસિંહની સુચના મુજબ આરઆરસેલ પીએસઆઇ એમ.પી.વાળા તથા પીસી દિગ્વીજયસિંહ ઝાલા તથા જે.એચ.ડોડીયા સહીતનાઓ ગોંડલ સીટી વિસ્તારના પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીસી દિગ્વીજયસિંહની ઝાલાની બાતમીના આધારે ગોંડલ ભોજરાજપરા બાપા સીતારામની મઢુલી પાસે વરલી ફીચરનો જુગાર રમાડતા (૧) જયદીપ લિંબાભાઇ વોરા (ર) બોદુ ઇસમાઇલભાઇ કુરેશી તથા (૩) મુકેશ હમીરભાઇ ટોળીયા રોકડ રૂ. ૧૦,૭૮૦ તથા ત્રણ મોબાઇલ કી. ૪૦૦૦ તથા મોટર સાયકલ કી. રૂ. ૧પ૦૦૦ કુલ મળીને ર૯૭૮૦ નો મુદામાલ કબ્જે જુગારધારા કલમ ૧ર (અ) મુજબનો ગુન્હો ગોંડલ સીટી પોલીસ ખાતે નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રેઇડ દરમિયાન ઘેલો ઉર્ફે લાલો હમીરભાઇ ટોળીયા નાસી છુટયા તેને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરાયા છે.

(11:34 am IST)