Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભાવનગરમાં મધર્સ લર્નીંગ ફેસ્ટીવલ

ભાવનગરઃ  ભાવનગર માં વન્ડરલન્ડ સ્ટેમ કિન્ડર ગાર્ટન દ્વાર મધર્સ લર્નીગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યુ. તેમાં રોજ અલગ અલગ પ્રવૃત્ત્િ। કરવામાં આવી હતી જેમાં યોગા , જુમ્બા, ડાન્સ  ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. અલગ - અલગ એકસપર્ટ દ્વારાં સ્પીચ નુંઆયોજન કરવામાંઆવેલ . સોનલ મણિયારે સ્પીચ આપી હતી.  હિમાચાલભાઇ મહેતા એ ઘરે રહી ને પણ  સ્ત્રી કઇ રીતે બિઝનેસ કરી શકે તે વિશે ખૂબ સરસ માહિતી આપી હતી . શેરી ગુપ્તા ફેશિયલ મેકઅપ નો ડેમોં વિશે માહિતી આપી. તથા સલાડ ડ્રેસિંગ કોમ્પીટીશન નું આયોજન કરવા માં આવેલ જેના નિર્ણાયક શ્વેતા શાહ અને મેઘાબેન હતા. એકસ મેયર રીનાબેન શાહ મધર ઇઝ બેસ્ટ મેનેજર એ વિશે સમજાવીયુ. અને જિજ્ઞાબેન પંડયા ની સ્પીચ નો લાભ મળિયો. જેનો ટોપિક હતો વુમનીઝમ .તા.૧૫/૬/૧૯ ના રોજ ભાવનગર ના પ્રખ્યાત વકતા નેહલબેન ગઢવી એ  હું અને મારો સમય એ વિશે વ્યાખ્યાન આપ્યુ.  ભારતીય પરમપરા યોગ અને નેચરોપેથી વિશે ડો.ખ્યાતિબેન પરીખ એ વકતવ્ય આપ્યુ ત્યાર બાદ મધર્સ દ્વારા આયોજીત ફેશન શો કોમ્પિટિશન માં નિર્ણાયક તરીકે મેહુલભાઈ વડોદરિયા અને કુનાલબેન શાહ એ સેવા આપેલ . સમગ્ર કાર્યક્રમ નું આયોજન વન્ડરલેન્ડ સ્ટેમ કિન્ડર ગાર્ટન ના સરલાબેન સંદીપ સોંપરિયા દ્વારા કરવા માં આવેલ . મધર્સ લર્નીગ ફેસ્ટિવલ તદ્દન ની શુલ્ક  હતો. આ કાર્યકર્મ માં ઘણી મમ્મીઓએ લાભ લીઘેલ.(તસ્વીર : વિપુલ હિરાણી)

(11:28 am IST)