Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

લીલીયા તાલુકાની શાખામાં મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્રમાં જગ્યા ભરાશે

અમરેલી, તા. રર : લીલીયા તાલુકાના મોટા કણકોટ અને કલ્યાણપર પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રના સંચાલકની નિમણૂંક કરવામાં આવનાર છે. જેમાં કોઇ પણ જાતિના ઉમેદવાર ઓછામાં ઓછી ર૦ વર્ષની ઉંમર તેમજ ધો. ૧૦ પાસની લાયકાત ધરાવતા હોવા જોઇએ, પરંતુ આવા ઉમેદવાર ન મળે તો ધો. ૭ પાસને તક આપવામાં આવશે. પસંદગી પામનારને નિયમોનુસાર માનદ વેતન ચૂકવવામાં આવશે.

મામલતદાર કચેરી ખાતેથી નિયત ફી ભર્યેથી અરજી ફોર્મ મળી રહેશે. જે અરજીપત્રક તા. ર૪ જૂન ર૦૧૯ સુધીમાં મામલતદાર કચેરી લીલીયા રજિસ્ટ્રી ટેબલે પહોંચાડવાનું રહેશે. નિયત નમૂનાની અરજી, લાયકાત, વયમર્યાદા તથા સરકાર દ્વારા ઠરાવેલ ધોરણો ધરાવતા ઉમેદવારોને જ રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. માત્ર રૂબરૂ મુલાકાત માટેે બોલાવવાથી કોઇ ઉમેદવાર આ જગ્યા માટે નિમણૂંક મેળવવા હકકદાર બની જતા નથી. અરજીપત્રકની સાથે શૈક્ષણિક લાયકાત, હેઠાણના આધારમાટે રેશનકાર્ડની નકલ, ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ સારા ચરિત્રનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો જોડવા જણાવવામાં આવ્યું છે.

(11:28 am IST)