Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભાવનગરમાં રૂ. ૧.૪૦ લાખના બ્રાઉન સુગર સાથે આશા વાજા ઝડપાઇ

ભાવનગર, તા. રર : ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજયમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.

જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ ની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર ના માર્ગદર્શન હેઠળ એસ..જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.એસ.ત્રિવેદીને મળેલ બાતમી હકિકત આધારે એસ..જી.ના સ્ટાફ તથા બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.કે.એમ.રાવલ તથા બોરતળાવ પોલીસ સ્ટાફ સાથેઙ્ગ આશાબેન ગીરીશભાઇ વાજા ઉ..૩૬ રહેવાસી કુંભારવાડા માઢીયારોડ શેરી નંબર ૯/૧૦ ભાવનગર વાળીના રહેણાકી મકાને રેઇડ કરતા ઘરમાંથી માદક પદાર્થ પાવડર (બ્રાઉન સુગર) ની પડીકીઓ નંગ-૭૭ કિ.રૂ|. ,૪૦,૦૦૦/- મળીઆવતા રોકડ રૂપિયા ૨૦૦૦/- સહિત કુલ રૂપિયા ૧,૪૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. મજકુર  સ્ત્રી આરોપી સામે NDPS એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી મજકુર  સ્ત્રી આરોપી સામે એસ..જી.ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીએ ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ એસ..જી.ના પોલીસ સબ ઇન્સ. એસ.એન.બારોટઙ્ગ ચલાવી રહ્યા છે

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્પેકટરશ્રી એસ.એન.બારોટ તથા પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફના બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા વિજયસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન રવજીભાઇ બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. કે.એમ.રાવલ તથા એ.એસ.આઇ. પી.પી.રાણા તથા હેડ કોન્સ. હિતેષભાઇ મકવાણા દિપસંગભાઇ ભંડારી તથા મહિલા પોલીસ કોન્સ. નિલમબેન વિરડીયા જોડાયા હતા.

(11:23 am IST)