Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વાંકાનેરના ચંદ્રપુરના ઇરફાનને ૮ જીવતા કાર્ટીસ સાથે મોરબી એસઓજીએ ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને કાર્ટીસ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

મોરબી, તા., ૨૨: વાંકાનેર પંથકમાંથી ગેરકાયદેસર બારબોરના આઠ કાર્ટીસ સાથે એક શખ્સને મોરબી એસઓજી ટીમે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી ટીમ આગામી અષાઢી બીજ દરમિયાન નીકળનાર રથયાત્રા દરમિયાન જીલ્લામાં કાયદો વ્યવસ્થાન જળવાઇ રહે તે માટે અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી લેવા એસઓજી પીઆઇ એસ.એન.સાટીની સુચનાથી એસઓજી ટીમ વાંકાનેર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન અનિલભાઇ ભટ્ટ એહને ફારૂકભાઇ પટેલને મળેલ બાતમીના આધારે વાંકાનેર જીનપરા વિસ્તારમાં રાજાવડલા ગામ તરફ જવાના કાચા રસ્તે પુલ પરથી ઇરફાન હનીફભાઇ બ્લોચ રહે. ચંદ્રપુર વાંકાનેર વાળાને ગેરકાયદેસર બાર બોરના જીવતા કાર્ટીસ નંગ-૮ કિંંમત રૂ. ૮૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:20 am IST)