Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મોરબીના જેતપર મચ્છુ ગામની કન્યાશાળામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ:રસોઈ વેળાએ બાટલો સળગ્યો

ઘટનાથી નાસભાગ મચી :જોકે બાળકો સહીત તમામને બહાર કાઢી લેવાયા

 

મોરબીનાજેતપર મચ્છુ ગામની કન્યાશાળામાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો રસોઈ કરતી વખતે અચાનક ગેસનો બાટલો સળગ્યો હતો. સ્કૂલમાંથી બાળકો અને રસોઈ ઘરના બહેનોને બહાર કાઢી લેવાયા હતા.

 

      અંગે મળતી વિગત મુજબ મોરબીના જેતપર મચ્છુ ગામે     કન્યા શાળાના રસોઈ ઘરમાં રસોઈ કામ ચાલતું હતું. તે વખતે અચાનક ગેસના બાટલાની નલી ગરમ થઇ ગઇ હતી અને ગેસનો બાટલો લીકેજ થઈ જવાથી સળગ્યો હતો. ઘટનાથી નાસભાગ મચી ગઇ હતી. પરંતુ શિક્ષકોએ ઘટનામાં કાળજી પૂર્વકની સતર્કતા દાખવી હતી.

જેના કારણે ગભરી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જેમાં ઘટનાને પગલે શિક્ષકોએ રસોઈ ઘરમાંથી બહેનો અને આજુબાજુમાંથી બાળકોને સલામતી પૂર્વક બહાર ખસેડી દીધા હતા. જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી બાબતે કન્યા શાળાના આચાર્ય દેવરાજભાઈ વાઘડિયાએ જણાવ્યું હતું કે, ગભીર ઘટનામાં સતર્કતાથી જાનહાની થઈ નથી .

(1:29 am IST)