Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ફરીવાર મગફળી કૌભાંડ ધુણ્યું :ગોડાઉનમાં ગુણીમાંથી પથ્થર અને માટી નીકળ્યા

ગાંધીધામમાં શાંતિ ગોડાઉનમાં જનતા રેડ : મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જ દેખાયા

 

રાજકોટ ;રાજ્યમાં ફરીવાર મગફળીનું કૌભાંડ ધુણ્યું છે કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડ્યા હતા. દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા.ગાંધીધામમાં સ્થિત શાંતિ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોશિએશનના પ્રમુખ અતુલ કામાણીએ શંકાના આધારે ખેડૂતોએ જનતા રેડ કરી હતી, દરોડા દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. અહીં 1350 રૂપિયાની પડતરની મગફળી 840માં વહેંચવામાં આવી રહી છે. જે 2017માં ખરીદવામાં આવેલી મગફળીનું વેચાણ ચાલી રહ્યું છે.

 

    અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી કોંગ્રેસ દ્વારા ગોદામ ની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા ભીનું સંકેલવા અને આખા કૌભાંડ પર પળદો પાડી દેવા મગન ઝાલાવાડિયા સહીત કેટલાક લોકો સામે ગુનો નોંધી, તપાસ સમિતિ ની રચના કરી મામલો રફેદફે કરવામા આવ્યો હતો.

 

    યારે પણ કોંગ્રેસ માંગ કરી રહી હતી કે જેટલા ગોડાઉન મગફળીના ભરેલા છે તેની તમામની તપાસ થવી જોઈએ પરંતુ રાજ્ય સરકારે તપાસ કરશું કહીને બધા ગોડાઉન ને તાળા મારી દીધા હતા પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.
   
વધુમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉન ને તાળા મારી તપાસનુ નાટક કરવામાં આવ્યુ હતું તે આના પરથી સાબિત થાય છે, સરકાર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતુ એટલે સરકાર દ્વારા ભીનું સંકેલવા પ્રયાસ કરવામાં આવ્યા, કોઈ તપાસ કરવામાં આવી જેના કારણે આખુંય કૌભાંડ દબાવી ગયુ હતુ. અત્યારે રાજ્ય સરકાર દ્વારા મગફળીની હરરાજી કરી વેપારીઓને વેચી રહ્યા છે ત્યારે ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે.
  
ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છ ના ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવ્યુ છે અને તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી અત્યારે ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવતા જે મગફળી જોવા મળી રહી છે તેમાં મગફળી તો છે નહીં ધુળ કે ઢેફા પણ નથી મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જોવા મળે છે.

(1:13 am IST)