Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પોરબંદરના દરિયામાં ફિશીંગ બોટમાં આગ લાગ્યા બાદ ડૂબી ગઈઃ ૧ ખલાસી લાપત્તા

ડૂબી ગયેલી બોટ વણાંકબારાનીઃ બોટના અન્ય ખલાસીઓને બચાવી લેવાયા

પોરબંદર, તા. ૨૨ :. પોરબંદરના દરિયામાં ફિશીંગ બોટમાં અકસ્માતે આગ લાગતા બોટ ડૂબી ગઈ હતી. બોટનો એક ખલાસી લાપત્તા થયેલ છે. બોટના બાકીના તમામ ખલાસીઓને નજીકમાં બીજી બોટના ખલાસીઓએ બચાવી લીધા છે. આગ લાગ્યા બાદ ડૂબી ગયેલ બોટ વણાંકબારાની હોવાનું બહાર આવ્યુ છે. બચાવેલા ખલાસીઓને પોરબંદર લાવવામાં આવી રહેલ છે.

(4:11 pm IST)