Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પોરબંદરમાં હરિમંદિરનો પાટોત્સવઃ વિવિધ મેડિકલ કેમ્પો

સાંદિપનિ વિદ્યા નિકેતન દ્વારા મુંબઇના આઇ સર્જનનો સુપર સ્પેશ્યાલીટી નેત્ર કેમ્પઃ ફેફસા અને શ્વાસના દર્દો તથા દંત યજ્ઞ સહિત કેમ્પઃ લેબોરેટરી એકસ રે સોનોગ્રાફી તમામ વિનામૂલ્યે

પોરબંદર તા.૨૨: સાંદીપની વિદ્યાનિકેતન , દ્વારા આયોજન હરિ મંદિર પાટોત્સવ -૨૦૨૦ અંતર્ગત વિવિધ મેડીકલ કેમ્પનો પ્રારંભ  ધામેચા હોસ્પીટલ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી કરવામાં આવશે.

સંસ્કૃતિનુ સદભાવ પૂર્વક સંવર્ધન કરતા , ધર્મ અને વિજ્ઞાનને જોડતી કડીના સ્નેહસુત્ર સમા પૂજ્ય ભાઇશ્રીની નિશ્રામાં હરિ મંદિર પાટોત્સવ-૨૦૨૦ દરમ્યાન ધર્મોત્સવની સાથે માનવસેવાના ઉમદા કાર્યોને ચરિતાર્થ કરતા વિવિધ તબીબીબ મહાયજ્ઞોનું પણ સુચારૂ આયોજન કરવામાં આવેલ છે.

મુંબઇની ખ્યાતનામ બોમ્બે સીટી આઈ ઈન્સ્ટીટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરના વિશ્વવિખ્યાત આઈ સર્જન ડો. કુલિનભાઈ કોંઠારી અને તેમની ટીમ દ્વારા સુપર સ્પેશ્યાલીટી આઈ કેમ્પનું સુચારૂ આયોજન કરવામાં આવેલ છે. જે આગામી તા. ૩૦ના રોજ ધામેચા હોસ્પિટલ ખાતે યોજેલ છે.

 અન્ય મેડીકલ કેમ્પનો  તા. ૨૯મીએ  રોજ ધામેચા હોસ્પિટલ ખાતે  રાજકોટના ડો. જયેશભાઈ ડોબરીયા તથા  પોરબંદરના ડો.રાજ વીબા ગોહીલ દ્વારા પલ્મોનોલોજી  (ફેફસા અને શ્વાસના દર્દો)ના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

સાંદીપની ખાતે ગૌરીદળના ;ુવિખ્યાત દંતવૈદ્ય ડો.રંજનકેન જોષીના દંતયજ્ઞનું તા. ૨૯ તથા તા. ૨ના રોજ આયોજન કરવામાં આવેલ છે.

બધા જ કેમ્પોમાં તમામ દર્દીઓને વિનામુલ્યે નિદાન , જરૂરી તમામ લેબોરેટરી તપાસ (લોહી, પેશાબ વિગેરે એકસ-રે, ઈ.સી.જી કાર્ડીયોગ્રામ) સોનોગ્રાફી, ટુ-ડી ઈકો વિગેરે કરી આપવામાં આવશે. ઉપરાંત સુપર સ્પેશ્યાલીટી આઈ કેમ્પમાં જરૂરી તમામ લેઝર સર્જરી પણ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ જરૂરીયાત મંદ દર્દીઓને પાંચ દિવસની પૂરતી દવાઓનો કાર્સ પણ કેમ્પના સ્થળ પરથીજ પુરો પાડવામાં આવશે.

કેમ્પ અંગે માહીતીની જાણકારી માટે કેમ્પ કો-ઓર્ડિનેટર ડો.ભરતભાઇ ગઢવી (૯૭૧૨૨ ૨૨૦૦૦) તથા ડો. સુરેશભાઇ ગાંધી (૯૮૨૪૧ ૭૨૪૧૩)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(11:49 am IST)