Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાલાવડમાં ટેકાના ભાવથી ખરીદ કરેલ મગફળીનું પેમેન્ટ ચુકવવા ખેડૂતોની માંગણી

કાલાવડ તા.રર : ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવેલ તેના પૈસાની ચુકવણી કરવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહેલ છે તેમા કાલાવડ તાલુકાના અનેક ખેડૂતોને સમયસર મગફળીનુ પેમેન્ટ કોઇને કોઇ કારણોસર ચુકવણી કરેલ નથી અનેક આવા ખેડૂતો છે જેન મગફળીના પૈસા હજી સુધી ચુકવાયા નથી તેમજ જવાબદાર કચેરી દ્વારા ખેડૂતોને જાણ પણ કરેલ નથી તેમજ જવાબદાર કચેરી પાસે અનેક ખેડૂતોના કોન્ટેક નંબર હોવા છતા જાણ કરેલ નથી કે તમારૂ પેમેન્ટ શું કારણોસર ચુકવણી કરેલ નથી તે સામે ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહેલ છે.

પંદર દિવસમાં મગફળીના નાણા મળી જશે તેવી જાહેરાત કરવા છતા બે બે મહિના થઇ ગયા છતા પણ અનેક ખેડૂતોને મગફળીના પૈસા મળ્યા નથી. હાલ લગ્નની સીઝન હોય ખેડૂતોને પૈસાની જરૂરીયાત હોય છતા પણ હજી સુધી મગફળીના પૈસા ન મળવાના લીધે ખેડૂતોમાં રોષ જોવા મળી રહેલ છે. સમયસર મગફળીના પૈસાની ચુકવણી કરવામાં નહી આવે તો કાલાવડ પંથકના ખેડૂતોએ ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ચિમકી અપાઇ છે.

(11:46 am IST)