Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘમાં વાર્ષિક રમતોત્સવ હર્ષભેર ઉજવાયો

મીઠાપુર તા.રર : દેવભૂમી દ્વારકા જિલ્લાના ઔદ્યોગીક શહેર મીઠાપુર ખાતે આવેલી સુપ્રસિધ્ધ શાળા એવી નૂતન બાલશિક્ષણ સંઘમાં તાજેતરમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરેલ હતુ.

આ રમતોત્સવમાં આ જ સંસ્થા દ્વારા સંચાલીત બાલમંદિર અને કુમારમંદિરનો ૪૮ મો વાર્ષિક રમતોત્સવ હતો કે જેમાં નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ રમતો જેવી કે બેન્ગલ્સ વિથ ડોલ, રીંગ વીથ બોલ, ડ્રીલ, વિધ્નદોડ, ફલાવર પોટ, એરોબીકસ, ફન વીથ આલ્ફાબેટ અને ગજગ્રાહ જેવી અનેક રમતોમાં સારો એવો દેખાવ કરેલ હતો.

સૌપ્રથમ મુખ્ય અતિથિ શ્રીમતી રજની કામથ તથા શ્રીમતી સિન્હા દ્વારા મશાલ પ્રજવલીત કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં સમગ્ર રમતોમાં વિજેતા થયેલ પ્રથમ ૩ બાળકોને ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ જોડાયા હતા અને આવા સુંદર આયોજન બદલ અતિથિઓએ શાળાના આચાર્યા શ્રીમતી ભારતીબેન વ્યાસ તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

(11:46 am IST)