Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

તળાજામાં બઘડાટી ગામડેથી આવી બે ઈસમોએ હુમલો કર્યો

ભાવનગર તા.૨૨કાયદો અને પોલીસ નો લગરીકેય ડર ન હોય તેવો સંદેશ આપતી ઘટના તળાજા માં બનવા પામી હતી.આ ઘટનાને લઈ શહેર ભરમાં ચકચાર જાગી હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ સાંજના નજીક ના ંઉચડી ગામના બે યુવકો દીનદયાળ નગર ખાતે આવીને મોબાઈલમાં છેલ્લા પંદર દિવસ થી પજવણી અને અપશબ્દો મામલે એક યુવક પર હુમલો કરેલ.વચ્ચે અન્ય એક.મિત્ર આવી જતા તેને પણ હુમલા નો ભોગ બનવું પડ્યું હતું.

સામાં પક્ષે હુમલાખોર ને પણ વળતા હુમલા નો ભોગ બનવું પડ્યું હતું.જેમાં માથાના ભાગે ઇજા થઇ હોવાની વાત વહેતી થઇ હતી.ઙ્ગ જેના કારણે ઇજાગ્રસ્ત ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યામાની લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.જોકે હુમલાખોર વળતા હુમલા નો ભોગ બન્યા છતાંય તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે મામલો વધી ગયો માની અન્યત્ર સારવાર લેવા દોડી ગયાનું માનવામાં આવેછે.

બીજી તરફ દીનદયાળ નગરના યુવકો અને એક યુવકના મહિલા સહિત ના પરિવાર જનો તળાજા પોલીસ મથકે ઉચડીના બે યુવકો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવવા દોડી આવ્યા હતા.

(11:38 am IST)