Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોરબીમાં જુગાર રમતા ૬ પકડાયા

 મોરબી તા.૨૨: મોરબીના વિશીપરા રોહીદાસ પરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ મોરબી  બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા મહેમુદભાઈ અબ્દુલભાઈ ખલીફા, દિલીપભાઈ જગદીશભાઈ ચૌહાણ, ગીરીશભાઈ દેવજીભાઈ ચૌહાણ, ફારૂકભાઈ સુભાનભાઈ જેડા, મુકેશભાઈ હીરાભાઈ ચાવડા અને પરસોતમ ઉર્ફે કારો હીરાભાઈ ચાવડાને કુલ મુદામાલ કીમત રૂ.૧૧૫૦ સાથે ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે

(11:36 am IST)