Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાલે ચોટીલા પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધા

સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયા ઉપર કાલે યાત્રિકો માટે અવર-જવર ઉપર પ્રતિબંધ

વઢવાણ-ચોટીલા,તા.૨૨:ગુજરાત રાજયના યુવક/યુવતીઓ માટેની ઓસમ પર્વત આરોહણ –અવરોહણ (રાજયકક્ષા) સ્પર્ધા-૨૦૧૯-૨૦ કાલે તા.૨૩ના રોજ ચોટીલા પર્વત ખાતે યોજાનાર છે. જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટશ્રીએ જાહેરનામાં દ્વારા તા.૨૩સવારે ૬-૦૦ કલાક થી બપોરના ૧૧-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન ચોટીલા ઓસમ પર્વતની સીડીના પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયના પ્રવાસીઓ,ઙ્ગયાત્રાળુઓ કે અન્ય વ્યકિતઓ માટે પર્વતની સીડીના પગથિયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારશ્રીના રમત-ગમત,ઙ્ગયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ અને કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ,ઙ્ગગાંધીનગર આયોજીત અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના રાહબારી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત પ્રથમ ઓસમ પર્વત આરોહણ-અવરોહણ સ્પર્ધાના કારણે ઓસમ પર્વત ઉપર જતા પ્રવાસીઓ,ઙ્ગયાત્રાળુ કે અન્ય વ્યકિતઓના કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સંભવિત અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શકયતા હોઈ આવા સંજોગોમાં સંભવિત અંતરાય કે ખલેલ નિવારવાના હેતુસર આ સ્પર્ધા દરમિયાન પર્વતના સીડીના પગથિયા ઉપર આવવા-જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

આ જાહેરનામું સ્પર્ધાના અધિકૃત અધિકારીશ્રીઓ/સ્વયંસેવકો અને સ્પર્ધાની વ્યવસ્થામાં કાયદેસરની ફરજ બજાવનારને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંદ્યન કરનાર વ્યકતિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

(11:27 am IST)